For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશ અને સમાજવાદી પાર્ટી સરકારના 7 શરમજનક સત્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, મયંક દીક્ષિત: કહેવામાં આવે છે કે જ્યારે રાજાને જ રાજ્યમાં ખરાબી દેખાતી ના હોય તો મંત્રીઓ-સંત્રીઓને કેટલો અને ક્યાં સુધી દોષ આપવામાં આવી શકાય. જો મુલાયમના પુત્ર અખિલેશના રાજનો અત્યાર સુધીનો લેખા-જોખા જોઇએ તો તસવીર સ્પષ્ટ છે કે યૂપીમાં જ્યારથી અખિલેશની સરકારે સત્તા સંભાળી છે, ત્યારથી દિવસે ને દિવસે કાનૂન વ્યવસ્થા કથળતી જાય છે.

અખિલેશ યાદવના ખુરશી સંભાળતાં જ પહેલાં તો રમખાણોએ રાજ્યને સળગાવવાનું શરૂ કરી દિધું, એ પણ બે-ચાર નહી પરંતુ રાજ્યમાં અત્યાર સુધી એટલી હદે ઘટનાઓ ઘટી છે કે તેમની ગૂંજ દેશ-વિદેશ સુધી પહોંચી છે.

<strong>સળગતા સહારનપુરની ભયાનક તસવીરો</strong>સળગતા સહારનપુરની ભયાનક તસવીરો

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે-જ્યારે અખિલેશ યાદવ સાથે આ અંગે જવાબદારી તથા વ્યવસ્થાને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો તેમણે આંકડાઓની માયાજાળ લઇને એક સ્માઇલ આપી અને બધુ બીજા રાજ્યોના આંકડાઓ સાથે તુલના કરી રજૂ કરી દિધા. આવો સમજીએ તે આંકડાઓને જે મુખ્યમંત્રીના આંકડાઓ સાથે મેળ ખાતા નથી.

 સાંપ્રદાયિક હિંસા

સાંપ્રદાયિક હિંસા

વર્ષ 2013માં દેશભરમાં 823 સાંપ્રદાયિક હિંસાની ઘટના થઇ, જેમાંથી 133 લોકોના મોત નિપજ્યાં અને 2269 લોકોને ઇજા પહોંચી. એકલા યૂપીમાં વર્ષ 2013માં રાજ્યમાં 247 સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ થઇ ચૂકી છે, જેમાં 77 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. મહારાષ્ટ્રમાં 12 અને મધ્ય પ્રદેશમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. આંકડા (બધા આંકડા રાષ્ટ્રીય ક્રાઇમ બ્યૂરો તથા રિપોર્ટ)

 સુરક્ષિત-વ્યવસ્થિત શાસન

સુરક્ષિત-વ્યવસ્થિત શાસન

હાલમાં અનુમાન છે કે જે 2014માં નવી સરકારે સત્તા સંભાળી તથા સુરક્ષિત-વ્યવસ્થિત શાસનનો વાયદો કર્યો ત્યાં અત્યાર સુધી 65 રમખાણો થઇ ચૂક્યાં છે, જેમાં આધિકારિક રીતે 15 લોકોના મોત નિપજ્યાં છે.

એક રાજ્ય, ત્રણ જિલ્લા

એક રાજ્ય, ત્રણ જિલ્લા

સહારનપુરમાં થયેલી હિંસામાં ત્રણ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, જ્યારે 33થી વધુ લોકો ઘાયલ થઇ ચૂક્યા છે. ગત વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં મુજફ્ફરનગર રમખાણોમાં 60થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા.

360 લોકો ઘાયલ

360 લોકો ઘાયલ

2013માં થયેલા રમખાણોમાં સૌથી વધુ ઘાયલ પણ યૂપીથી જ નોંધવામાં આવ્યા છે. આ રમખાણોમાં લગભગ 360 લોકો ઘાયલ થયા. આ પહેલાંના વર્ષે 2012માં 118 કોમી રમખાણોની ઘટના થઇ, જેમાં 39 લોકોના મોત નિપજ્યાં હતા અને 500 લોકો ઘાયલ થયા હતા.

 રાજ્યવાર આંકડા

રાજ્યવાર આંકડા

રમખાણોના કેસમાં બીજો નંબર મહારાષ્ટ્રનો આવે છે. આ રાજ્યમાં ગત વર્ષે 88 વખત કોમી હિંસાની ઘટનાઓ થઇ. ત્યારબાદ મધ્ય પ્રદેશ (84), કર્ણાટક (73), ગુજરાત (68), બિહાર (63) અને રાજસ્થાન (52)નો નંબર આવે છે.

સૌથી વધુ રમખાણો ઉત્તર પ્રદેશ

સૌથી વધુ રમખાણો ઉત્તર પ્રદેશ

આ વર્ષે એપ્રિલ-જૂનમાં સૌથી વધુ રમખાણો ઉત્તર પ્રદેશ (32)માં થયા અને ત્યારબાદ મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (26) અને મધ્ય પ્રદેશ (17)નો નંબર આવે છે. વર્ષ 2014માં એપ્રિલ-જૂનમાં અત્યાર સુધી 149 રમખાણો થયા છે.

પલાયન

પલાયન

મુજફ્ફરનગર કોમી રમખાણોમાં 90થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 50 હજારથી વધુ લોકોને પલાયન કરવું પડ્યું.

English summary
Akhilesh Yadav and Saharanpur Muzaffarnagar riots reality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X