અરવિંદ કેજરીવાલ નહીં લડે વારાણસીથી ચૂંટણી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 એપ્રિલ: પહેલા તો મોટા મોટા દાવા અને જ્યારે કંઇ કરી બતાવવાનો સમય આવ્યો ત્યારે ટાય-ટાય ફિસ. કંઇક આવો જ હાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો થયો છે. અરવિંદે વારાણસીથી ચૂંટણી લડવાનો વાયદો કરી પ્રસિદ્ધિ તો મેળવી લીધી પરંતુ વાસ્તવિકતા એ છે કે હજી સુધી તેમણે વારાણસીથી ચૂંટણી લડવા માટે અસ્થાઇ રહેઠાણ પ્રમાણ પત્ર માટે આવેદન પણ કર્યું નથી.

arvind kejriwal
અરવિંદના મોટા મોટા દાવાઓની પોલ હવે ધીરે ધીરે ખુલવા લાગી છે. મંગળવારે પશ્ચિમી દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં પાંચમો તમાચો ખાધા બાદ ક્યાંકને ક્યાંક અરવિંદ કેજરીવાલ સહિત તેમના તમામ સમર્થકોમાં એક હતાશાની લહેર દોડી ગઇ છે. પહેલા તો એવું કહેવું કે જનતાના મત બાદ હું મારો નિર્ણય કરીશ અને જ્યારે જનતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો તો અરવિંદ કેજરીવાલે પાછી પાની કરી લીધી. સામાન્ય જનતાનું તો અહીં સુધી કહેવું છે કે જો કોઇ પણ ઉમેદવાર એવું કરે છે તો ચૂંટણી પંચને આ તમામ વાતો સંજ્ઞાનમાં લેવી જોઇએ. આ મામલા બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ આને મતોનું ધ્રુવીકરણ ગણાવી રહી છે.

વિચાર્યું હતું કે જનતાને શું ખબર?
અરવિંદ કેજરીવાલે વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરીને જ્યાં એક બાજું ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લલકાર્યા હતા, જ્યારે બીજી બાજું તેમણે હજી સુધી અસ્થાઇ નિવાસ પ્રમાણ પત્ર બનાવવા માટે કોઇ આવેદન કર્યું નથી. ક્યાંકને ક્યાંક અરવિંદે એ જ વિચાર્યું હશે કે વારાણસીના ગામની જનતાને શું ખબર કે ચૂંટણી લડતા પહેલા રહેઠાણ પ્રમાણ પત્ર પણ બનાવવું પડે છે.

English summary
Arvind kejriwal did not applied for a temporary residence certificate from Varanasi. According to sources Arvind is still contest from Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X