મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા રાજનાથ, કરી સમર્થનની અપીલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલઃ કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ મુસ્લિમ મતદાતાઓને રિઝવવા માટે મુસ્લિમ ધર્મગુરુઓને મળી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે મુસ્લિમ ધર્મગુરુ કલ્વે જવ્વાદ અને મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલી સાથે મુલાકાત કરી છે. રાજનાથ સિંહે બન્ને ધર્મગુરુઓને ચૂંટણીમાં સમર્થન કરવા અપીલ કરી હતી. મુલાકાત બાદ કલ્વે જવ્વાદે કહ્યું કે રાજનાથ સિંહે સહયોગ કરવાની અપીલ કરી છે, પરંતુ અમે બુખારીની જેમ અમારા વિચારો અન્યો પણ થોપીશું નહીં. બીજી તરફ મહલી અનુસાર રાજનાથ સિંહે મુસલમાનોની ઉન્નતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી.

rajnath-singh
શિયા ધર્મના ગુરુ કલ્વે જવ્વાદ સાથે મુલાકાત બાદ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે તે ધર્મ ગુરુનો ઘણો આદર કરે છે અને નિષ્ઠા પ્રકટ કરવા માટે તેમને મળવા આવ્યા હતા. બીજી તરફ શિયા ધર્મ ગુરુ કલ્વે જવ્વાદે કહ્યું કે રાજનાથ સિંહે લોકસભા ચૂંટણી દરમિયાન અમારા સમુદાયથી સમર્થનની માંગ કરી છે.

નોંધનીય છેકે, થોડાક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ જ રીતે મુસ્લિમ ધર્મગુરુને મળીને તેમનું સમર્થન માંગ્યું હતું. એ સમયે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસ વોટબેન્કનું રાજકારણ કરી રહી છે, ત્યારે ભાજપના અધ્યક્ષની આ મુલાકાત બાદ કોંગ્રેસ તરફથી કેવા પ્રકારનું નિવેદન આવે છે,તેના પર રાજકીય વિશ્લેષકોની વિશેષ નજર રહેશે.

English summary
Attempting to reach out to Muslims, BJP president Rajnath Singh met some prominent Muslim religious leaders like Maulana Kalbe Sadiq, Maulana Kahild Rasheed and Maulana Kalbe Jawad in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X