મોદી નહીં બની શકે પીએમ, ભાજપી નેતાઓ મારા સંપર્કમાં: મુલાયમ

Google Oneindia Gujarati News

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.

આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

મોદી નહીં બની શકે પીએમ, ભાજપી નેતાઓ મારા સંપર્કમાં: મુલાયમ

મોદી નહીં બની શકે પીએમ, ભાજપી નેતાઓ મારા સંપર્કમાં: મુલાયમ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે એવો દાવો કર્યો છેકે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ભલે જીતવાનો ગમે તેટલા પ્રયાસ કરી લે, પંરતુ તે વડાપ્રધાન નહીં બની શકે, કારણ કે ભાજપના કેટલાક નેતાઓ તેમને મળી રહ્યાં છે અને ભાજપના જ એક હોશિયાર નેતા તેમને સાઇડલાઇન કરવામાં લાગેલા છે.

મતદારોને અજીત પવારની ધમકી

મતદારોને અજીત પવારની ધમકી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે મતદાન પહેલા બારામતીના એક ગામવાસીઓને ઘમકી આપી. અજીત પવાલે ગામવાસીઓને કહ્યુંકે એનસીપીના ઉમેદવાર સુપ્રિયા સુલેને મત ના આપ્યો તો પાણીનું સપ્લાય બંધ કરી દેવામાં આવશે.

મોદી સમર્થકોએ કર્યો કેજરીવાલનો વિરોધ

મોદી સમર્થકોએ કર્યો કેજરીવાલનો વિરોધ

વારાણસીથી મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. તેમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વારાણસીમાં પ્રચાર માટે નિકળેલા કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો. વિરોધ બાદ કેજરીવાલે કહ્યુંકે નફરતના રાજકારણને અમે પ્રેમમાં બદલીશું. વિરોધ કરી રહેલા લોકો સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે.

ગાંધી પરિવારમાં ફૂટના કારણે વરૂણ ગાંધી ભાજપમાં: સ્વામી ચિન્મયાનંદ

ગાંધી પરિવારમાં ફૂટના કારણે વરૂણ ગાંધી ભાજપમાં: સ્વામી ચિન્મયાનંદ

ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પોતાની જ પાર્ટી પર હુમલો કર્યો છે. ચિન્મયાનંદ અનુસાર વરૂણ ગાંધીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા કારણ કે તેઓ નહેરુ ગાંધી ખાનદાન સાથે જોડાયેલા છે. સ્વામીએ કહ્યુંકે ગાંધી પરિવારને નબળો પાડવા માટે વરૂણ ગાંધીને ભાજપમાં સામેલ કરાયા.

English summary
Samajwadi Party (SP) chief Mulayam Singh Yadav today claimed that several BJP leaders have "contacted" him to prevent Narendra Modi from becoming the prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X