For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના મદરેસામાં ભણાવાય છે આતંકવાદ: સાક્ષી મહારાજ

|
Google Oneindia Gujarati News

sakshi maharaj
15 સપ્ટેમ્બર, કન્નૌજ: ઉન્નાવના ભાજપા સાંસદ સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજે રવિવારે જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ હંમેશા પાકિસ્તાનની વાતો કરે છે. જો પાકિસ્તાનથી એટલી બધી લાગણી હોય તો તેમણે ત્યાં જતું રહેવું જોઇએ.

સાક્ષી મહારાજે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાગ લોકો તિરંગો નથી લહેરાવતા. લીલા રંગનો ધ્વજ ફરકાવે છે. રાષ્ટ્રીય તહેવારોમાં રાષ્ટ્રીય ગીત પણ નથી ગાતા. સેનાનો વિરોધ કરે છે. આજે પૂરની આપદામાં સેનાના જવાનો તેમના જીવ બચાવવામાં લાગ્યા છે, પરંતુ તેમની પર પત્થરો ફેંકવામાં આવી રહ્યા છે. ત્યાંના મદરેસામાં આતંકવાદનું શિક્ષણ આપવામાં આવે છે.

અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા પર તેમણે જણાવ્યું કે ત્યાં નિર્માણ થઇને રહેશે. આ જ ભાજપનો એજન્ડા છે.

દારૂલ ઉલૂમે આપ્યો જવાબ:
ભાજપ સાંસદ સાક્ષી મહારાજ દ્વારા મદરેસામાં આતંકવાદનું શિક્ષણ આપવા અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ નહીં ફરકાવવા સંબંધી નિવેદન પર દારૂલ ઉલૂમ દેવબંદ સહિત ઘણા ઉલેમાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઉલેમાએ જણાવ્યું છે કે મદરેસા શાંતિપ્રિય નાગરિક પેદા કરે છે. આ પ્રકારનું નિવેદન આપનારાઓની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઇએ.

વિશ્વવિખ્યાત ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમના મોહતમિમ મૌલાના અબુલ કાસિમ નૌમાનીએ કનૌજમાં સાક્ષી મહારાજ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. જણાવ્યુ કે મદરેસામાં આતંકવાદ નહીં પરંતુ માનવતાવાદનું શિક્ષણ આપવામાં આવે છે.

English summary
BJP MP Sakshi Maharaj says Kashmir's madarsas teaching terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X