'મોદી સરકાર' બની તો ઉકેલાઇ શકે છે તમિલ મુદ્દો: રાજનાથ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 એપ્રિલ: રાજનીતિની દિશા હવે વ્યક્તિગત નિવેદનબાજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. લોકસતંત્રના ઉત્સવનો પ્રસાદ 16 મેના રોજ તમામ દળોને મળી જશે, પરંતુ તો પણ જુબાની હુમલા ચાલુ જ છે.

આ જ કડીમાં નરેન્દ્ર મોદી તરફથી નાણામંત્રી પી. ચિદમ્બરમ પર ઘડિયાળ વહેંચવાને લઇને નિશાનો સાધતા એક દિવસ બાદ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે આ એ વાતનું પ્રતિક છે કે કોંગ્રેસ શાસનનું હવે અંત થઇ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે જો મોદી વડાપ્રધાન બને છે તો શ્રીલંકાઇ તમિલોના મુદ્દાનું સમાધાન નિકાળી લેવામાં આવશે. સિંહે જણાવ્યું કે ચિદમ્બરમ 1984થી મંત્રી રહ્યા, પરંતુ આ ક્ષેત્રમાં ઉદ્યોગ લાવ્યા નહીં, અને યુવકો માટે રોજ ઉપલબ્ધ કરાવ્યું. ઘડિયાળનું વિતરણ એ વાતનું પ્રતિક છે કે કોંગ્રેસ શાસનનો સમય હવે સમાપ્ત થવાના આરે છે.

narendra modi
તેમણે આજે અહીં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું કે તમિલનાડુમાં એનડીએ ગઠબંધને એ ધારણાને ખત્મ કરી દીધી કે દ્રમુક અથવા અન્નાદ્રમુકનો કોઇ વિકલ્પ ના હોઇ શકે. સિંહે દાવો કર્યો છે કે 1998થી 2004ની વચ્ચેના એનડીએ સરકારમાં ભ્રષ્ટાચાર ન્હોતો, તે સમયે દેશ ખુશીઓ તરફ આગળ વધી રહ્યો હતો.

સિંહે પાર્ટીના તે સૂત્રને જણાવ્યું જેમાં સંગીતની સાથે કહેવામાં આવ્યું છે કે 'અચ્છે દિન આનેવાલે હે...'

English summary
BJP will sovlve Tamil Issue if it comes in power says Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X