For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટાચૂંટણી: મોદી મેજીક ગાયબ, સપા અને કોંગ્રેસનું પુનરાગમન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં જોરદાર સફળતા મેળવ્યાના ફક્ત ચાર મહિના બાદ દેશના 10 રાજ્યોમાં વિધાનસભાની સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ પોતાનો આધાર ગુમાવતી જોવા મળી રહી છે. લોકસભાની ત્રણ અને વિધાનસભાની 32 સીટોની પેટાચૂંટણીના લગભગ પરિણામો આવી ગયા છે. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે ચાર મહિનાની અંદર મોદીનો જાદૂ ઓસરતો જોવા મળી રહ્યો છે.

જન્મદિવસ પર શું-શું કરશે મોદી, જાણો તેમનો કાર્યક્રમજન્મદિવસ પર શું-શું કરશે મોદી, જાણો તેમનો કાર્યક્રમ

ભાજપને ગુજરાતની સાથે સાથે યૂપી અને રાજસ્થાનમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જે 33 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાઇ હતી તેમાંથી 26 સીટો પર ભાજપનો કબજો હતો, પરંતુ હવે ભાજપની 13 સીટો જ બચી શકી છે. એટલે કે 13 સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. છત્તીસગઢની એક સીટનું પરિણામ 20 સપ્ટેમ્બરના રોજ આવશે.

યૂપીમાં ભાજપની મોટી હાર

યૂપીમાં ભાજપની મોટી હાર

યૂપીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. યૂપીની 11માંથી 8 સીટો સપાએ પોતાના કબજામાં કરી લીધી છે. આ બધી સીટો પર ભાજપનો કબજો હતો. યૂપીની એક લોકસભા સીટ પર સપાએ પોતાનો કબજો યથાવત જાળવી રાખ્યો છે.

રોહનિયા વિધાનસભા સીટ ગુમાવી

રોહનિયા વિધાનસભા સીટ ગુમાવી

ભાજપને નરેન્દ્ર મોદીની લોકસભા સીટ વારાણસી વિસ્તારમાં આવતી રોહનિયા વિધાનસભા સીટ પર પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ સીટ પર ભાજપના ગઠબંધન સાથી પક્ષનો કબજો હતો.

રાજસ્થાનમાં કોંગ્રેસનો જય જયકાર

રાજસ્થાનમાં કોંગ્રેસનો જય જયકાર

રાજસ્થાનમાં કોંગ્રેસે જોરદાર પુનરાગમન કર્યું છે. 4માંથી ત્રણ સીટો પર કોંગ્રેસે કબજો જમાવી લીધો છે. આ ચારેય સીટ ભાજપના ખાતાની હતી. આ પેટાચૂંટણીને રાજ્યની મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ નાકની લડાઇ ગણાવી હતી.

ગુજરાતમાં કમળ ખિલ્યું

ગુજરાતમાં કમળ ખિલ્યું

ગુજરાતમાં પણ 9માંથી 3 સીટો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદીની સીટ મણિનગર વિધાનસભા અને વડોદરા સીટ પર કમળ ફરી એકવાર ખિલી ઉઠ્યું છે.

પ.બંગાળમાં ખાતું ખોલાવ્યું

પ.બંગાળમાં ખાતું ખોલાવ્યું

ભાજપને ખુશી એ વાતની છે કે પશ્વિમ બંગાળમાં આ પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે. હવે પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે શું ભાજપને વિકાસના બદલે લવ જિહાદનો મુદ્દો મોંઘો પડી રહ્યો છે.

પેટાચૂંટણીમાં પહેલાં પણ હાર્યા છે મોદી!

પેટાચૂંટણીમાં પહેલાં પણ હાર્યા છે મોદી!

ગત મહિને યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને તે સમયે ઝાટકો લાગ્યો હતો જ્યારે બિહારમાં તેને દસમાંથી માત્ર ચાર સીટો મળી હતી અને કર્ણાટક અને મધ્યપ્રદેશમાં તેને એક-એક સીટ કોંગ્રેસના હાથે ગુમાવી પડી હતી.

English summary
Results and leads from the counting for the three Lok Sabha and 33 assembly seats across 10 states show that the BJP is suffering big reverses in Uttar Pradesh, and is ceding ground in two other key states, Rajasthan and Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X