For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડનું સૌથી મોટું સ્કેંડલ: કેવી રીતે આપવામાં આવી સેંસર બોર્ડના CEOને લાંચ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓગષ્ટ: આજે અમે તમને જે સમાચાર આપવા જઇ રહ્યાં છીએ તે ચોંકાવનાર અને પીડાદાયક છે. બૉલીવુડનું સૌથી મોટા કૌભાંડ. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડવા માટે અપીલ કરી રહ્યાં છે તો બીજી તરફ તેમના જ એક મોટા અધિકારી લાંચના આરોપમાં જેલમાં ગયા છે. સીબીઆઇએ સેંટ્રલ ફિલ્મ સેંસર બોર્ડના સીઇઓ રાકેશ કુમારને વચોટીયાઓના માધ્યમથી છત્તીસગઢી ફિલ્મને સેંસરબોર્ડનું પ્રમાણપત્ર આપવા માટે 70 હજાર રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મોની સ્વપ્નશીલ દુનિયાનો સૌથી મોટો સપનું એ હોય છે કે ફિલ્મ બને તો તેને થિયેટર પણ નસીબ થાય. છત્તીસગઢી ભાષાની ફિલ્મ મોર ડૌકી કે બિહાવ પણ આ સપના સાથે બનાવવામાં આવી હતી પરંતુ તેને સપનાની કિંમત ચૂકવવી પડી.

છત્તીસગઢી ભાષાની આ ફિલ્મ મોર ડૌકી કે બિહાવને સેંસર બોર્ડનું સર્ટિફિકેટ ત્યારે મળ્યું જ્યારે આરોપોના અનુસાર સેંસર બોર્ડના એક ઉચ્ચ અધિકારી રાકેશ કુમારનું ખિસ્સું 70 હજાર રૂપિયાની લાંચથી ગરમ કરવામાં આવ્યું.

કેવી આપવામાં આવી 70 હજાર રૂપિયાની લાંચ?

કેવી આપવામાં આવી 70 હજાર રૂપિયાની લાંચ?

આરોપો અનુસાર છત્તીસગઢી ફિલ્મને સેંસર બોર્ડનું સર્ટિફિકેટ અપવવા માટે ફિલ્મ નિર્દેશક ક્ષમાનિધિ મિશ્રા જે એક ગાયક અને અભિનેતા પણ છે. રાકેશ કુમારે આધિકારીક એજંટ શ્રીપતિ મિશ્રાને આ કામ સોંપ્યું હતું.

કેવી આપવામાં આવી 70 હજાર રૂપિયાની લાંચ?

કેવી આપવામાં આવી 70 હજાર રૂપિયાની લાંચ?

એંજટ શ્રીપતિ મિશ્રાએ ફિલ્મને સેંસર બોર્ડનું સર્ટિફિકેટ અપાવવા માટે સેંસર બોર્ડના સલાહકાર પ્રકાશ જયસવાલનો સંપર્ક સાધ્યો. જયસવાલના માધ્યમથી સેંસર બોર્ડના સીઇઓ રાકેશ કુમારને રકમ પહોંચાડવામાં આવી અને ફિલ્મને સર્ટિફિકેટ મળી ગયું. આ કેસમાં શ્રીપતિ મિશ્રા, બોર્ડના સલાહકાર પ્રકાશ જયસવાલની ધરપકડ બાદ રાકેશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે રાકેશ કુમાર?

કોણ છે રાકેશ કુમાર?

જે વ્યક્તિ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે તે રાકેશ કુમાર સેંટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન જેને સરળ ભાષામાં અને તમે સેંસર બોર્ડ કહીએ છીએ તેના સીઇઓ છે. સેંસર બોર્ડમાં તેમની નિમણૂંક વર્ષ 2014ની જાન્યુઆરી એટલે કે સાત મહિના પહેલાં થઇ હતી.

રેલવે વિભાગ કરતાં હતા નોકરી

રેલવે વિભાગ કરતાં હતા નોકરી

ચોંકાવનારી વાત એ છે કે ફિલ્મોને સર્ટિફિકેટ આપનાર સંસ્થાના આ મોટ અધિકારી રેલવે વિભાગથી સીધા ફિલ્મ સેંસર બોર્ડમાં આવ્યા અને ફિલ્મોનું ભવિષ્ય નક્કી કરવા લાગ્યા. રાકેશ કુમારે 1997 એટલે 17 વર્ષ પહેલાં રેલવે વિભાગમાં આઇઆરએસ તરીકે નોકરી શરૂ કરી હતી. સેંસર બોર્ડમાં આવતાં પહેલાં રાકેશ કુમાર વડોદરાના રેલ વિભાગમાં તૈનાત હતા.

મોટી હિન્દી ફિલ્મો માટે પણ સોદાબાજી

મોટી હિન્દી ફિલ્મો માટે પણ સોદાબાજી

રાકેશ કુમારને એક છત્તીસગઢી ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સીબીઆઇ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર આ એકમાત્ર કેસ નથી. ઘણી મોટી હિન્દી ફિલ્મો માટે પણ આવી સોદાબાજીના સમાચાર તપાસ એજંસીને મળી છે. જો કે કારણ એ છે કે મનોરંજનની દુનિયામાં સેંસર બોર્ડની પાસે એટલા અધિકાર છે કે નિર્માતા નિર્દેશક તેની સામે ઘુંટણીયે પડવા માટે મજબૂર થઇ જાય છે.

સિંઘમ રિટનર્સ અને કિક માટે પણ આપવી પડી લાંચ!

સિંઘમ રિટનર્સ અને કિક માટે પણ આપવી પડી લાંચ!

સેંસર બોર્ડના સીઇઓ રાકેશ કુમારની ધરપકડે ફિલ્મોને સર્ટિફિકેટ ફાળવણીમાં મોટાપાયે ફેલાયેલા ભ્રષ્ટાચારનો પટારો ખોલી દિધો છે. સીબીઆઇના અનુસાર, બોબી જાસૂસ, સિંઘમ રિટનર્સ અને કિક જેવી મોટી ફિલ્મોના નિર્માત-નિર્દેશકોએ પણ સેંસર બોર્ડમાં ચઢાવો ધરવો પડ્યો હતો. જો કે સીબીઆઇએ સ્પષ્ટ કરી દિધું છે કે ફરિયાદ કે પુરાવા વિના તેની તપાસ શરૂ કરી ન શકાય.

શું છે ફિલ્મ સેંસર બોર્ડ?

શું છે ફિલ્મ સેંસર બોર્ડ?

કોઇપણ ફિલ્મ સેંસર બોર્ડની મંજૂરી વિના પડદા સુધી પહોંચી શકતી નથી. સેંસર બોર્ડનું પુરૂ નામ સેંટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેટ છે ફિલ્મોમાં બતાવવામાં આવતં દ્રશ્યો પર મોહર લગાવનારી આ સંસ્થા કેન્દ્ર સરકારના હેઠળ કામ કરે છે.

નવ જગ્યાએ છે સેંસરબોર્ડના કાર્યાલય

નવ જગ્યાએ છે સેંસરબોર્ડના કાર્યાલય

સેંસર બોર્ડના કર્તાહર્તા હોય છે સેંસર બોર્ડના અધ્યક્ષ. હાલમાં આ પદ પર જાણિતી નૃત્યાંગતના લીલા સૈમસન તૈનાત છે. તેમના હેઠળ કામ કરે છે સીઇઓ. આ પદ પર રાકેશ કુમાર તૈનાત હતા જેમની હવે ધરપકડ કરવામાં આવી છે. સીઇઓના હેઠળ દેશના નવ અલગ-અલગ ભાગોમાં ક્ષેત્રીય સેંસરબોર્ડ કાર્યાલય કામ કરે છે. આ ઓફિસ મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, તિરૂઅનંતપુરમ, નવી દિલ્હી, કટક અને ગુવાહાટીમાં છે. તેની સાથે-સાથે 12 થી 25 સભ્યોને સેંસર બોર્ડમાં કેન્દ્રની ભલામણ પર સલાહકાર બનાવવામાં આવે છે.

કયા પ્રકારના સર્ટિફિકેટ આપે છે સેંસર બોર્ડ

કયા પ્રકારના સર્ટિફિકેટ આપે છે સેંસર બોર્ડ

યૂ સર્ટિફિકેટ- એટલે તે ફિલ્મ જેને દરેક વ્યક્તિ જોઇ શકે
એ સર્ટિફિકેટ- જે ફક્ત વયસ્ક લોકો જોઇ શકે
યૂએ સર્ટિફિકેટ- એટલે કે બધા માટે પરંતુ 12 વર્ષથી નાના બાળકોને માતા-પિતાની સલાહ જરૂરી છે અને
એસ સર્ટિફિકેટ- એટલે કે તે ફિલ્મ જે કોઇ ખાસ દર્શક વર્ગ જ જોઇ શકે.

કેવી રીતે હોય છે કાર્યપદ્ધતિ

કેવી રીતે હોય છે કાર્યપદ્ધતિ

નિર્માતા નિર્દેશક રિલીઝ પહેલાં પોતાની ફિલમ સ્થાનિક કાર્યાલય કે પછી મુંબઇમાં હાજર સેંસર બોર્ડની હેડઓફિસમાં જમા કરાવે છે. નાની ફિલ્મ છે તો સેંસર બોર્ડ અને સલાહકાર બોર્ડના એક-એક અધિકારી ફિલ્મ પર નિર્ણય લે છે, જેમાં એક મહિલા જરૂરી છે.

સેંસર બોર્ડ પર આરોપ

સેંસર બોર્ડ પર આરોપ

જો ફિલ્મ મોટી હોય તો બે-બે અધિકારી ફિલ્મ પર નિર્ણય લે છે. ફેરફાર કરવાના હોય તો સેંસર બોર્ડના અધ્યક્ષ સહિત 9 સભ્યોની પેનલ ફિલ્મને જુએ છે. નિર્દેશના અનુસાર ફિલ્મમાં કાપકૂપ થાય છે, ત્યારબાદ સર્ટિફિકેટ મળે છે પરંતુ થોડા સમયથી સેંસર બોર્ડના ફેંસલા પર આરોપ લાગતા રહ્યાં છે પરંતુ આવું પ્રથમ વાર થયું છે કે સેંસર બોર્ડના કોઇ અધિકારી લાંચ લેવાના આરોપમાં જેલ પહોંચ્યા હોય.

English summary
The CBI arrested Central Board of Film Certification (CBFC) CEO Rakesh Kumar in an alleged bribery case on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X