For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્હાબાદ હાઇકોર્ટમાં પણ હતો એક ભ્રષ્ટ જજ: માર્કંડેય કાટજૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ઓગષ્ટ: (સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશના બ્લોગ અનુસાર) કોઇ એક હાઇકોર્ટમાં એક જજ હતા, જેમની ઇમાનદારી પર શંકા હતી. આ જ કારણે તેમની બદલી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરી દેવામાં આવી. સમયની સાથે તે જજ અલ્હાબાદ હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બની ગયા. તે સમયે કેટલાંક લોકોની માંગ હતી કે તેમને કોઇ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવી દેવામાં આવે અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં લઇ જવામાં આવે.

જસ્ટીસ કપાડિયા જે તે સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, તેમની પાસે આ જજને લઇને ઘણી ફરીયાદો પણ આવી ચૂકી હતી. જસ્ટિસ કપાડિયાએ મને બોલાવીને તે જજ અંગે વાસ્તવિકતા જાણવા જણાવ્યું.

તે સમયે કોઇ ફંક્શન માટે મારા નેટિવ પ્લેસ અલ્હાબાદ જવાનું થયું. ત્યાંના કેટલાંક ઓળખીતા વકીલો સાથે મેં તે વકીલ અંગે પૂછતાછ કરી. દરમિયાન મને ત્રણ એજન્ટોના મોબાઇલ નંબરની ખબર પડી જેના દ્વારા તે જજ રૂપિયાની લેવળ દેવળ કરતા હતા. દિલ્હી આવીને મે જસ્ટીસ કપાડિયાને તે ત્રણેય નંબર આપ્યા અને એ સલાહ આપી કે ઇંટેલિજન્સને કહીને આ નંબરોની વાતચીતને ટેપ કરવામાં આવે જેથી અસલીયત બહાર આવી શકે.

આગળનો બ્લોગ વાંચો સ્લાઇડરમાં...

તેમણે ફોન ટેપ કર્યા

તેમણે ફોન ટેપ કર્યા

બે મહીના બાદ જસ્ટિસ કપાડિયાએ મને જણાવ્યું કે મારી સલાહ અનુસાર તેમણે ફોન ટેપ કર્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તે સૌની વાતચીતથી ભ્રષ્ટાચારની ખરાઇ થાય છે.

 તે જજનું રાજીનામુ માગવું જોઇતું હતું

તે જજનું રાજીનામુ માગવું જોઇતું હતું

ત્યારબાદ આદર્શ સ્થિતિમાં જસ્ટિસ કપાડિયાએ તે જજને દિલ્હી બોલાવીને તે જજનું રાજીનામુ માગવું જોઇતું હતું. પરંતુ જસ્ટિસ કપાડિયાએ એવું કંઇ ના કર્યું. જોકે કપાડિયાએ તે જજને કોઇ હાઇકોર્ટ ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યો અને નહીં સુપ્રીમ કોર્ટનો જજ બનાવ્યો.

ભ્રષ્ટાચારને ઉજાગર કરવાથી ગભરાય છે

ભ્રષ્ટાચારને ઉજાગર કરવાથી ગભરાય છે

ભારતના મોટાભાગના ન્યાયાધીશ ન્યાયપાલિકામાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાથી ગભરાય છે. તેમને લાગે છે કે એવું કરવાથી ન્યાયપાલિકાની છબી ખરાબ થશે. માટે તેઓ તેને છાનુ રાખવાની કોશીશ કરે છે, એવું વિચાર્યા વગર કે ક્યારેકને ક્યારેક તે બહાર આવી જ જશે.

કાટ્જૂના સવાલો

કાટ્જૂના સવાલો

કેટલાંક લોકો વિચારે છે કે ભ્રષ્ટાચારને બહાર લાવવાથી ન્યાયપાલિકા પર કલંક લાગશે. મારો તેમના માટે એક સવાલ છે: જજો દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર શું ન્યાયપાલિકાની છબી ખરાબ કરી શકે છે અથવા તો એવા ભ્રષ્ટાચારના સામે આવવાથી ન્યાયપાલિકા પર જ સવાલ ઊભા થઇ જશે?

English summary
Chief Justices reluctant to expose corruption in judiciary: Markandey Katju.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X