For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં ચારે બાજુ 'ભૂકંપ', ત્રણ સરકારોમાં બગાવત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જુલાઇ: લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ચારે બાજુ ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. બડવાખોરીનો દૌર ચાલુ થઇ ગયો છે અને કોંગ્રેસ મુખ્યમંત્રીઓની વિરુદ્ધ યુદ્ધનું એલાન થઇ ગયું છે. પહેલાથી જ નિરાશ હાઇકમાંડના માથા પર આ ઘટનાક્રમે ચિંતા વધારી દીધી છે.

હરિયાણા, અસમ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરના નેતાઓએ હાલના નેતૃત્વની વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિધાનસભા ચૂંટણી માથા પર છે અને આવી ઘટનાએ હાઇકમાંડના હોશ ઉડાવી દીધા છે. જો પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નહીં આવ્યો તો કોંગ્રેસ આ રાજ્યોમાંથી પણ સાફ થઇ જાય તેવી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કદ્દાવર નેતા નારાયણ રાણેએ ઉદ્યોગ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. નારાયણ રાણે પોતાનું રાજીનામુ મુખ્યમંત્રીને સુપરત કર્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નારાયણ રાણે સરકારમાં ફેરબદલથી નારાજ હતા, તેમજ પૃથ્વીરાજ ચૌહાણના મુખ્યમંત્રી પદ યથાવત રહેવાથી પણ નારાજ હતા. જોકે તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. રાણેનું કહેવું છે કે ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન નથી કરાઇ રહ્યો. અધિકારી કામ નથી કરી રહ્યા, જનતાને ન્યાય નથી મળી રહ્યો. આ કારણે જ તેમણે રાજીનામુ આપી દીધું છે. જોકે અંદરની વાત એ છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેમને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ નહીં કરાતા નારાજ છે.

અસમમાં કોંગ્રેસની તરૂણ ગોગોઇ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. કોંગ્રેસના 32 વિધાયકોએ આજે રાજીનામુ આપી દીધું છે, તેમાં એક મંત્રીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના આ ધારાસભ્ય મુખ્યમંત્રી તરુણ ગોગોઇના કામથી નાખુશ હતા અને તેમને મુખ્યમંત્રીમાં વિશ્વાસ નથી રહ્યો. નોંધનીય છે કે હેમંત વિશ્વાસના નેજા હેઠળ વિધાયકોએ મુખ્યમંત્રીની વિરુધ્ધ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ વિધાયકોએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હેમંત વિશ્વાસ ખૂબ જ પાવરફુલ મિનિસ્ટર માનવામાં આવે છે. તેઓ અસમના શિક્ષણ મંત્રી છે અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસના વિધાયકોએ સતત ગોગોઇને હટાવવાની માંગ કરી રહ્યા છે. જોકે રાહુલ ગાંધી મુખ્યમંત્રી તરૂણ ગોગોઇના પક્ષમાં છે.

જુઓ કોંગ્રેસમાં કયા કયા રાજ્યોમાં આવ્યો ભૂકંપ અને કોને લીધે...

મહારાષ્ટ્ર

અસમ

અસમ

અસમમાં કોંગ્રેસની તરૂણ ગોગોઇ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. કોંગ્રેસના 32 વિધાયકોએ આજે રાજીનામુ આપી દીધું છે, તેમાં એક મંત્રીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના આ ધારાસભ્ય મુખ્યમંત્રી તરુણ ગોગોઇના કામથી નાખુશ હતા અને તેમને મુખ્યમંત્રીમાં વિશ્વાસ નથી રહ્યો. નોંધનીય છે કે હેમંત વિશ્વાસના નેજા હેઠળ વિધાયકોએ મુખ્યમંત્રીની વિરુધ્ધ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ વિધાયકોએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હેમંત વિશ્વાસ ખૂબ જ પાવરફુલ મિનિસ્ટર માનવામાં આવે છે. તેઓ અસમના શિક્ષણ મંત્રી છે અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસના વિધાયકોએ સતત ગોગોઇને હટાવવાની માંગ કરી રહ્યા છે. જોકે રાહુલ ગાંધી મુખ્યમંત્રી તરૂણ ગોગોઇના પક્ષમાં છે.

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરમાંથી પણ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવ્યા. ડોડા-ઉધમપુરથી પૂર્વ સાંસદ ચૌધરી લાલ સિંહે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી. લાલ સિંહે જણાવ્યું કે કોંગ્રેસે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. લાલ સિંહે આરોપ લગાવ્યો છે કે તેમની ટિકિટ કાપીને ગુલામ નબી આઝાદને આપવામાં આવી. ત્યારે પાર્ટીએ કહ્યું હતું કે તે તેમને એમએલસી બનાવશે અને રાજ્ય સરકારમાં મંત્રી પદ પણ અપાવશે, પરંતુ કોંગ્રેસે વચન નિભાવ્યું નહીં.

હરિયાણા

હરિયાણા

હરિયાણા કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરૂ થઇ ગયું. અહીં વીરેન્દ્ર સિંહ બંડ પોકાર્યો છે. તેમનું દુ:ખ પણ નારાયણ રાણે જેવું છે. વીરેન્દ્રને આવનારા વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે રજૂ નહીં કરતા નારાજ છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો પણ ઇનકાર કરી દીધો છે. વીરેન્દ્રએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવાનો પણ સમય માંગ્યો છે.

English summary
Congress revolt in Maharashtra, Assam, Hariyana and kashmir. its big challenge for Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X