For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ પર શિષ્યને ઝેર આપીને મારવાનો આરોપ

|
Google Oneindia Gujarati News

asaram bapu
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: આસારામ બાપૂનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. બલપૂરમાં સંત આસારામ બાપૂના નજીકના શિષ્ય 23 વર્ષીય રાહુલ પચૌરીની રહસ્યમય મૃત્યુ પાછળ આસારામ બાપુનો હાથ ગણાવવામાં આવી રહ્યો છે. આની સાથે બાપૂ એકવાર ફરીથી વિવાદોમાં સપડાતા હોય એવું લાગી રહ્યું છે.

વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે 27 જાન્યુઆરીના રોજ સંત આસારામ બાપૂ જબલપૂર પ્રવચન આપવા માટે આવ્યા હતા અને જ્યારે તેઓ 30 જાન્યુઆરીના રોજ પરત નરસિંહપુર રવાના થઇ રહ્યા હતા તે પહેલા આસારામે રાહુલ સાથે લાંબી વાતચીત કરી હતી.

તેમણે બાપૂ પર આરોપ લગાવ્યો કે રાહુલને કંઇક ઝેરી દ્રવ્ય પીવડાવ્યું જેના કારણે અચાનક તેની તબિયત લથડવા લાગી અને તે ઉલ્ટી કરવા લાગ્યો. ત્યારબાદ રાહુલને જબલપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેણે પડોશમાં રહેનાર શુક્લા પરિવારના ફોન કરીને સૂચના આપીને પિતાને જબલપૂર હોસ્પિટલ મોકલવાનું કહ્યું હતું.

જાણકારી અનુસાર જ્યારે ઘરના લોકો ત્યા પહોંચ્યા ત્યારે તે બેભાન હાલતમાં હતો અને સવારે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થઇ ગયું. યુવકના મોતના સમાચાર મળતા જ ગ્વારીઘાટ પોલિસે મામલો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હી ગેંગરેપની શિકાર દામિનીને જ દોષી ઠેરવા અને ટીકાકારોની તુલના કુતરાઓ સાથે કરનાર આસારામ બાપૂ એકવાર ફરીથી વિવાદોમાં ફંસતા દેખાઇ રહ્યા છે. જોકે આ પહેલા પણ તેમની પણ અમદાવાદના આશ્રમાં થયેલા બે બાળકોના રહસ્યમય મોતમાં પણ તેમના નામનો ઉલ્લેખ થાય છે.

English summary
Did Asaram bapu gave poison to his disciple?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X