For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

great-wall-of-india
કારગિલથી ઋચા બાજપાઇ: તમને ફિલ્મ નિર્માતા જેપી દત્તાની ફિલ્મ બોર્ડર જરૂર યાદ હશે, જેમાં ભારત-પાકિસ્તાનની રાજસ્થાન બોર્ડર પાસે થયેલી જંગને દર્શાવવામાં આવી હતી. ફિલ્મમાં ભારતીય સૈનિક પાક સૈનિકોનો સામનો કરવા માટે એક દિવાલ બનાવે છે, જે અંતમાં જંગ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવે છે. શું તમે જાણો છો કે કારગિલની જંગ દરમિયાન ટ્રકની ઉંચાઇથી વધુ ઉંચી એક દિવાલ ભારતના જવાનોએ માત્ર એક રાતમાં જ ઉભી કરી દિધી હતી.

આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગઆ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ

જી હાં, 1999માં જે સમયે કારગિલ યુદ્ધ થઇ રહ્યું હતું, તે સમયે પાકિસ્તાને બોર્ડર પર હાજર સૈનિકોને તો નિશાન બનાવ્યા જ હત સાથે જ તેને એનએચ-1થી પસાર થનાર ટ્રકોને નિશાન બનાવવાનું શરૂ કરી દિધું હતું. ત્યારે ભારતીય સેનાના જવાનોએ એક એવી દિલાલનું નિર્માણ કર્યું જેની ઉંચાઇ અનેક ટ્રકોની ઉંચાઇથી વધુ હતી. આ દિવાલની આડ લઇને જ્યારે સેનાના ટ્રક પસાર થતા તો તે પાકની ગોળીબારી પણ તેમને કંઇ નુકશાન થતું ન હતું.

ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ

રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર થયો હતો હુમલો
આ દિવાલ બન્યા પછી સેનાએ રસદ અને બીજા સામાન સપ્લાઇ કરનાર ટ્રક સરળતાથી પસાર થઇ શકતા હતા. આ તે દિવાલ છે, જેની આડ લેતાં જવાનોએ પાક સૈનિકોનો જોરદાર મુલાબલો કર્યો. આ તે દિવાલ છે, જેને દેશના તમામ સૈનિકોનો જીવ બચાવ્યો. અત્યાર સુધી સાત અજૂબામાંથી એક ધ ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનું નામ લેતાં હશો, આશા છે કે આ દિવાલને હવે તમે ક્યારે ભૂલી શકશો નહી કારણ કે આ છે ''ધ વૉલ ઓફ ઇન્ડિયા''.

English summary
During Kargil war a wall saved many soldiers' lives which was constructed by Indian army in just one night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X