For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભડકાઉ ભાષણ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી વિરૂદ્ધ કેસ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rr-patil
બેંગ્લોર, 12 એપ્રિલ: કર્ણાટક પોલીસે બેલગાંવ મુદ્દે ભડકાઉ ભાષણ આપીને ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે કટુતા પેદા કરવાના આરોપમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલ વિરૂદ્ધ એક જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. બેલગાંવના મુદ્દે બંને રાજ્યોમાં વિવાદ છે.

રાજ્યમાં પાંચ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘનના આરોપમાં આર આર પાટીલ વિરૂદ્ધ જન પ્રતિનિધિ કાનૂન હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બેલગાંવના પોલીસ અધિક્ષક સંદીપ પાટીલના અનુસાર આર આર પાટીલ દ્રારા રવિવારે એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર એકીજરણ સમિતિના નેતા અને મરાઠી દૈનિક ''તરૂણ ભારત'' ના સંપાદક કિરણ ઠાકુરના જન્મદિવસ પર આયોજીત કરવામાં આવ્યું હતું.

તેમને કહ્યું હતું કે બેલગાંવ પોલીસે ગઇકાલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને તેના મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બેલગાંવ અને કેટલાક અન્ય સીમાવર્તી વિસ્તારોને લઇને મહારાષ્ટ્ર તથા કર્ણાટક વચ્ચે વિવાદ રહ્યો છે. મહારાષ્ટ્રનો દાવો છે કે બેલગાંવ તેમની સાથે હોવું જોઇએ તેમ કર્ણાટકનું કહેવું છે આ તેનો ભાગ છે અને આ મુદ્દો બંધ થઇ ચુક્યો છે.

English summary
Maharashtra Home Minister RR Patil faces a police case in Karnataka for allegedly making a provocative speech in Belgaum on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X