For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાટજૂનો આરોપ, યૂપીએ સરકારે કર્યું ભ્રષ્ટ જજનું પ્રમોશન

|
Google Oneindia Gujarati News

markandey katju
નવી દિલ્હી, 21 જુલાઇ: સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને પ્રેસ કાઉંસિલના ચેરમેન માર્કંડેય કાટજૂએ મદ્રાસ હાઇકોર્ટના એક જજની નિમણૂંકના હવાલાથી ન્યાયપાલિકામાં ભારે ભ્રષ્ટાચારની તસવીર રજૂ કરી છે. તેમનો આર્ટીકલ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ છે. કાટજૂએ લખ્યું છે કે મદ્રાસ હાઇકોર્ટના એક જજ ભ્રષ્ટાચારના તમામ આરોપો છતા પોતાના પદ પર બની રહ્યો પરંતુ હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યો અને બાદમાં તેને સ્થાઇ નિમણૂંક પણ મળી ગઇ.

કાટજૂના જણાવ્યા અનુસાર જજને તમિલનાડુના એક કદ્દાવર નેતાનું સમર્થન હાસલ હતું. કાટજૂએ લખ્યુ છે કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના આરોપી જજની વિરુધ્ધ પ્રતિકૂળ ટિપ્પણી આપી અને આગળ નિમણૂંક નહીં કરવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી. તે સમયે કેન્દ્રમાં યૂપીએની સરકાર હતી અને તમિલનાડુની એ પાર્ટી પણ યૂપીએનો એક ભાગ હતી જે આરોપી જજને સમર્થન કરી રહી હતી.

આ પાર્ટીએ કોલેજિયમના નિર્ણયનો પુરજોરમાં વિરોધ કર્યો. તમિલનાડુના મંત્રીઓએ પીએમને ચેતવણી આપી કે આ મુદ્દા પર તેમની સરકાર પણ પડી શકે છે. ત્યાર બાદ કોંગ્રેસના મંત્રીઓએ આ મામલાને ચીફ જસ્ટિસ આરસી લોહાટીની સામે રાખ્યો અને તેને એડિશનલ જજ બનાવી રાખવા માટે જણાવ્યું. આશ્ચર્યજનક રીતે તે જજનું કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યું. જસ્ટિસ કાટજૂએ લખ્યું છે કે તેઓ પોતાના લેખ દ્વારા માત્ર એટલું જ જણાવવા માગે છે કે સિદ્ધાંતોથી વિરુદ્ધ દેશનું સિસ્ટમ કેવી રીતે કામ કરે છે.

English summary
There was an additional judge of the Madras high court against whom there were several allegations of corruption. He had been directly appointed as a district judge in Tamil Nadu, and during his career as district judge there were as many as eight adverse entries against him recorded by various portfolio judges of the Madras high court, saying Justice Markandey Katju.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X