For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માકનનો મોદીને સવાલ, ગુજરાતે કેટલા જીત્યા મેડલ?!

|
Google Oneindia Gujarati News

ajay maken
નવી દિલ્હી, 15 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પુણેમાં આપેલા ભાષણ બાદ કોંગ્રેસ તરફથી તેમના પર પલટવાર થઇ રહ્યો છે. દિગ્વિજય સિંહ, મનીષ તિવારી જેવા દિગ્ગજ નેતાઓ બાદ હવે પૂર્વ રમત મંત્રી અને કોંગ્રેસી નેતા અજય માકને પણ મોદીને નિશાના પર લીધા છે.

માકને મોદીના દાવાઓને પોકળ ગણાવતા વળતો સવાલ કર્યો કે મોદી જણાવે કે રમતમાં ગુજરાત કેટલું આગળ છે. મોદીએ રમતને પ્રોત્સાહન આપવા માટે શું કર્યું છે. મેડલ જીતનારાઓમાં કેટલા ગુજરાતીઓ છે અને ગુજરાતના કેટલા ખેલાડીઓ ઓલમ્પિકમાં ગયા છે.

માકને જણાવ્યું કે યુપીએએ એનડીએ શાસનકાળની સરખામણીમાં રમત પર બજેટમાં વધારો કર્યો છે. સાથે સાથે માકને જણાવ્યું કે ઝારખંડમાં યોજાયેલ રાષ્ટ્રીય રમતમાં 444 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતાં જેમાંથી ગુજરાતે એક પણ મેળવ્યો નથી. માકને જણાવ્યું કે મોદી ગુજરાતના આંકડાઓ પર પહેલા જવાબ આપે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે કોઇ પ્રયાસ કર્યો નથી.

માકને ગુજરાતના વિકાસની વાત કરતા જણાવ્યું કે ગુજરાત 14 માં નંબર પર જતું રહ્યું છે, નરેન્દ્ર મોદી જવાબ આપે કે તેઓ યુપીમાં જઇને શીખામણ આપે છે પરંતુ પહેલા પોતાની દુકાન તો બરાબર સંભાળે. માકને જણાવ્યું કે છે

અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં ફર્ગ્યૂસન કોલેજમાં મોદીએ કોંગ્રેસ અને યુપીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. મોદીએ રમતને લઇને કેન્દ્ર સરકારના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત મોદીએ રમત પ્રત્યે સરકારના વલણની ટીકા કરી હતી.

English summary
Ajay Maken slam to Narendra Modi, how many gold medals Gujarat has won?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X