For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Express: ‘ ...તો મોદી વડાપ્રધાન નહીં બની શકે’

|
Google Oneindia Gujarati News

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.

આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

‘ ...તો મોદી વડાપ્રધાન નહીં બની શકે'

‘ ...તો મોદી વડાપ્રધાન નહીં બની શકે'

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો નરેન્દ્ર મોદી વારાણસીથી હારે છે, તો તેઓ આગમી વડાપ્રધાન નહીં બને. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ વાત કરી હતી અને આ સાથે જ કહ્યું હતું કે ભાજપ પણ સમાપ્ત થઇ જશે.

સ્વાગત નહીં કરવામાં આવતા સુષ્મા સ્વરાજ નારાજ

સ્વાગત નહીં કરવામાં આવતા સુષ્મા સ્વરાજ નારાજ

શિવુપરીમાં ભાજપના ઉમેદવાર જયભાન પબૈયા માટે પ્રચાર કરવા પહોંચેલા સુષ્મા સ્વરાજનું સારી રીતે સ્વાગત કરવામાં નહીં આવતા તેઓ ગુસ્સે ભરાયા હતા. જયભાન તથા પાર્ટીના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા હેલીપેડ પર પહોંચ્યા નહોતા, તેથી તેઓ નારાજ થયા અને તેઓ અશોક નગર જતા રહ્યાં હતા, જ્યાં જયભાન પબૈયા પણ હાજર હતા.

પ્રિયંકા પર આપત્તિજનક ટિપ્પણી સ્વામીના ઘર બહાર વિરોધ

પ્રિયંકા પર આપત્તિજનક ટિપ્પણી સ્વામીના ઘર બહાર વિરોધ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીએ રાજકીય રૂપ લઇ લીધો છે. દિલ્હીમાં સ્વામીના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તેના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મનમોહન જ રહ્યાં સુપર પીએમઃ પ્રિયંકા ગાંધી

મનમોહન જ રહ્યાં સુપર પીએમઃ પ્રિયંકા ગાંધી

વડાપ્રધાન મનમોહન સિંહ એક્સીડેન્ટલ પીએમ હોવાને લઇને દેશમાં છેડાયેલી મોટી ચર્ચા વચ્ચે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી કહ્યું કે, યુપીએ સરકારમાં માત્ર મનમોહન સિંહ જ સુપર પીએમ હતા.

રાજનાથ બાદ હવે કેજરીવાલ મુસ્લિમ ધર્મગુરુઓની શરણમાં

રાજનાથ બાદ હવે કેજરીવાલ મુસ્લિમ ધર્મગુરુઓની શરણમાં

ચૂંટણીમાં મુસ્લિમ મતોની બધાને ચિંતા છે. સોનિયા ગાંધીએ શાહી ઇમામ પાસે તો રાજનાથ સિંહે લખનઉમાં મુસ્લિમ ધર્મગુરુઓ પાસે સમર્થન માગ્યું હતું. હવે કેજરીવાલ વારાણસી પહોંચીને શહેરના કાજી ગુલામ યાસિનના ઘરે ગયા હતા અને મુસ્લિમ મતોનું સમર્થન માગ્યું હતું.

English summary
AAP chief Arvind Kejriwal on Tuesday said if the people of Varanasi defeat Narendra Modi in the elections then no one will make him the next prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X