For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-જાપાનના સંબંધોમાં નવી શરૂઆત, કરાર પર કર્યા હસ્તાક્ષર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર: જાપાનની યાત્રા પર ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે સોમવારે ઘણા કરાર પર હસ્તાક્ષર થયા છે. બંને દેશ પરમાણુ કરાર પર આગળ વધવાની સાથે ટેક્નોલોજી તથા રક્ષા ક્ષેત્રમાં સહયોગ પર સહમત થયા. સાથે જ જાપાન અને ભારતે સમસ્યાઓના સમાધાન પરસ્પર સહયોગ કરવા પર રાજી થયા.

ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ભારત-જાપાન વચ્ચે સંબંધ વધુ ગાઢ થઇ ગયા છે. જાપાન આવવાનો અવસર પ્રાપ્ત કરીને મને ખુશી થઇ. આપણી વિદેશ નીતિમાં જાપાનની પ્રાથમિકતા રહેશે.' નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના વિકાસ અને પરિવર્તનમાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા હશે અને બંને દેશો સોશિયલ ગ્લોબલ પાર્ટનરશિપના આધાર પર આગળ વધશે.

ભારતના વડાપ્રધાને કહ્યું કે આગામી સમયમાં જાપાન બે લાખ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જ્યારે જાપાની વડાપ્રધાન આબેએ કહ્યું કે ભારત અને જાપાનના સંબંધ ઐતિહાસિક છે અને નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસથી આ સંબંધ વધુ ગાઢ થઇ ગયો છે.

એશિયામાં જાપાન અને ભારતના મહત્વને રેખાંકિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું 'કહેવામાં આવે છે કે 21 સદી એશિયાની હશે પરંતુ આ 21મી સદીનું સ્વરૂપ કેવું હોય તેનું નિર્ધારણ કરવામાં ભારત-જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હી અને ટોક્યો સંશોધન, પર્યાવરણ, વિજ્ઞાન અને આધારભૂત સંરચનાના ક્ષેત્રમાં આગળ વધશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના સાંસ્કૃતિક તથા આદ્યાત્મિક સંબંધો પર ભાર મૂક્યો.

English summary
On the third day of Prime Minister Narendra Modi's ongoing five-day visit to Japan, the two nations renewed their centuries old ties by agreeing to extend cooperation on a wide range of areas and inked the Tokyo Declaration for Global Partnership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X