For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 ભૂલોના લીધે મોદીના ભાષણની થઇ રહી છે ટીકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણને લઇને ભારતમાં ખૂબ ઉત્સુકતા હતી. પોતાની ભાષણ શૈલી માટે જાણીતા નરેન્દ્ર મોદી યૂએન મહાસભામાં લથડિયાખાતા નજર આવ્યા. લગભગ 12 વર્ષ બાદ યૂએન મહાસભામાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, પરંતુ તેમાં ઉચ્ચારણ અને ઘણા અન્ય પ્રકારની ભૂલો સામે આવી. આ પાંચ ભૂલોના લીધે નરેન્દ્ર મોદીનું ભાષણ વિરોધીઓની ટિકાનો શિકાર બની શકે છે.

મોદીની આ 12 વાતો પર લાગ્યા ''મોદી મોદી''ના નારામોદીની આ 12 વાતો પર લાગ્યા ''મોદી મોદી''ના નારા

ભૂલ નંબર 1

ભૂલ નંબર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆતમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષના નામનું ખોટું ઉચ્ચારણ કર્યું. તેમણે સેમ કુટેસા (Sam Kutesa)ને સેમ કુરેસા કહી દિધું.

ભૂલ નંબર 2

ભૂલ નંબર 2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાસભામાં ભાષણ દરમિયાન 69મા સત્રનો ઉલ્લેખ કર્યો તો અંગ્રેજી અને હિન્દી ભેગું કરીને બોલી દિધું, તેમણે 69મા સત્રને 'સિક્સટી નાઇંથવે' સત્ર કહીને મહાસભાને સંબોધિત કરી.

ભૂલ નંબર 3

ભૂલ નંબર 3

નરેન્દ્ર મોદીએ દેશની વસ્તીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત વન પોઇન્ટ ટ્વેંટી ફાઇવ (1.25) બિલિયન લોકોનો દેશ છે. એટલે દશાંશ બાદના આંકડાને નરેન્દ્ર મોદીએ એકસાથે જ વાંચી લીધા, જ્યારે આ વન પોઇંટ ટૂફાઇલ (1.25) બોલવામાં આવે છે. આને બોલતી વખતે નરેન્દ્ર મોદી થોડા લથલડતા જોવા મળ્યા.

ભૂલ નંબર 4

ભૂલ નંબર 4

નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન ઘણા શબ્દોના ઉચ્ચારણમાં ભૂલ કરતાં પણ જોવા મળ્યા. પ્રકૃતિને તેમણે વે વખત 'પ્રકુર્તિ' બોલ્યા. સમુદ્રને સમિદ્ર કહ્યું અને સમૃદ્ધિને સમુર્દ્દી કહ્યું. નરેન્દ્ર મોદીએ સમ્માનને સન્માન કહી દિધું.

15ના બદલે 35 મિનિટ સુધી બોલતા રહ્યા

15ના બદલે 35 મિનિટ સુધી બોલતા રહ્યા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા માટે કોઇ રાષ્ટ્રના પ્રતિનિધિને 15 મિનિટનો સમય આપવામાં આવે છે, પરંતુ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 35 મિનિટ સુધી ભાષણ આપતાં રહ્યાં.

જુઓ વિડીયો

જુઓ નરેન્દ્ર મોદીના ભાષણનો વિડીયો

English summary
There was a lot of excitement in India regarding Prime Minister Narendra Modi's speech in United Nation General Assembly (UNGA). Well known for his speeches in India, Modi appeared a bit nervous in UN and fumbled in words.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X