For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરોમની ભૂખ હડતાળને થયાં 12 વર્ષ

|
Google Oneindia Gujarati News

irom-sharmila
ઇમ્ફાલ, 5 નવેમ્બરઃ મણિપુરમાં સશસ્ત્ર કાયદા વિરુદ્ધ 12 વર્ષથી અનશન કરી રહેલી ઇરોમ શર્મિલા અહિંસક વિરોધનું જીવતું જાગતું ઉદાહરણ છે. મણિપુરમાં સશસ્ત્ર કાયદા વિરુદ્ધ ઇરોમ શર્મિલાએ વર્ષ 2000માં ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે આજ સુધી ચાલી રહી છે.

2 નવેમ્બર 2000ના રોજ માલોમમાં ઇમ્ફાલ વેલી ખાતે થયેલા એન્કાઉન્ટરમાં 10 લોકોના મોત નીપજ્યા હતા, આ ઘટના બાદ શર્મિલા કે જે સિવિલ રાઇટ્સ કાર્યકર્તા છે તેણે ભૂખ હડતાળ શરૂ કરી હતી.

તેણે મણીપુર સહિત પુર્વીય રાજ્યોમાંથી 'આર્મ્સ ફોર્સીઝ સ્પેશિયલ પાવર એક્ટ' હટાવી લેવામાં આવે તેવી માંગ કરી હતી. હાલ, તે ન્યાયિક હિરાસતમાં છે, જ્યાં બળજબરીપુર્વક તેને નાક વડે પ્રવાહી પ્રદાર્થ આપવામાં આવી રહ્યું છે.

શર્મિલાને સમર્થન આપવા માટે મણીપુરમાં કેટલાક સિવિલ રાઇટ્સ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ લાઇટ માર્ચ કરવામાં આવી હતી. તેમની આ માર્ચમાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ જોડાઇ હતી.

English summary
The 'Iron Lady of Manipur' Irom Chanu Sharmila, who has been on a hunger strike since 2000 demanding repeal of Armed Forces Special Power Act (AFSPA), will complete 12 years of fast on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X