For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજુ જેલમાં રહેશે જયલલિતા, જામીન અરજી પર સુનાવણી ટળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 30 સપ્ટેમ્બર: કર્ણાટક હાઇકોર્ટની વેકેશન બેંચના ન્યાયાધીશના આવકથી વધુ સંપત્તિના કેસમાં દોષી ગણવામાં આવેલા તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની ક્રિમીનલ પુનરીક્ષણ અરજી પર સુનાવાણી મંગળવારે છ ઓક્ટોબર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

જયલલિતાને આ મુદ્દે નિચલી કોર્ટે આરોપી ગણાવતાં ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે. તે હાલ બેંગ્લોરની સેંટ્રલ જેલમાં બંધ છે. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સજાને પેડિંગ કરવા અને જામીન આપવાની ગુહાર લગાવી હતી.

27 સપ્ટેમ્બરના રોજ 66 વર્ષીય જયલલિતાને વિશેષ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં દોષી ગણાવતાં ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી જેના ફળસ્વરૂપે જયલલિતાને વિધાનસભાની સદસ્યતા અને મુખ્યમંત્રીપદ ગુમાવવું પડ્યું.

જયલલિતાના અંગત સહાયક શશિકલા, તેમના સંબંધી વી. એન, સુધાકરણ અને ઇલાવરાસીએ પણ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી આ કેસમાં પોતાની દોષસિદ્ધીને પડકાર ફેંકતાં જામીન માંગ્યા.

jayalalitha-pic1

શનિવારે વિશેષ ન્યાયાધીશ જૉન માઇકલ ડી' કુન્હાએ આ ત્રણેયને પણ ચાર-ચાર વર્ષની જેલ ફટકારી અને દસ-દસ કરોડ રૂપિયાના દંડની સજા ફટકારી. વિશેષ ન્યાયાધીશે 66.65 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના 18 વર્ષ જૂના કેસમાં જયલલિતાને 100 કરોડ રૂપિયાના દંડની સજા પણ સંભળાવી છે.

આ ઐતિહાસિક ચૂકાદામાં ભ્રષ્ટાચારના કેસમાં પ્રથમ વાર કોઇ મુખ્યમંત્રી દોષી ગણવામાં આવ્યો છે. જયલલિતા સહિત ચારેય આરોપીઓને આવકના સ્ત્રોતોથી વધુ સંપત્તિ રાખવાના દોષી ગણવામાં આવ્યા. આ લોકોને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ ક્રિમિનલ ષડયંત્રના દોષી ગણવામાં આવ્યા છે. હાઇકોર્ટમાં 29 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી દશેરાનું વેકેશન રહેશે. અને વેકેશન પીઠની ગઇકાલે નિર્ધારિત સુનાવણી દરમિયાન આ અરજીને લઇ શકાય છે.

English summary
AIADMK supremo J Jayalalithaa will have to remain in jail till October 6 after Karnataka high court on Tuesday adjourned the former Tamil Nadu chief minister's bail plea till Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X