For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત, લાલૂ-નીતિશ મળીને કરશે પ્રચાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lalu-nithish-kumar
નવી દિલ્હી, 27 જુલાઇ: બિહારમાં આગામી મહિને 10 સીટો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં જેડીયૂ, કોંગ્રેસ અને આરજેડી વચ્ચે મહાગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે. તેના હેઠળ જેડીયૂ અને આરજેડી જ્યાં 4 સીટો પર ચૂંટણી લડશે, તો બીજી કોંગ્રેસના ખાતામાં 2 સીટો આવી છે. મહાગઠબંધનના એલાનની સાથે જ એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે લાલૂ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળશે.

પ્રદેશના રાજકારણમાં લાંબા સમય બાદ લાલૂ-નીતિશ એક સાથે મંચ શેર કરશે. કહેવામાં આવે છે કે બંને આગામી 31 જુલાઇના રોજ પહેલી વાર પ્રચાર કરશે. આ પહેલાં શનિવાઅરે પટનામાં રાબડી દેવીના નિવાસસ્થાન 10, સર્કુલર રોડ પરથી બહાર નિકળતાં આરજેડી નેતા પ્રભુનાથ સિંહે સંવાદદાતાઓને કહ્યું હતું કે પેટાચૂંટણી માટે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે અને નીતિશ કુમારે પટના પરત ફર્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે.

સીટોની વહેંચણીને લઇને બિહારના મંત્રી શ્યામ રજક અને જેડીયૂ ધારસાભ્ય વિનોદ સિંહ શનિવારે આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે મળવા ગયા હતા. આરજેડી ધારાસભ્ય પક્ષના નેતા અબ્દુલ બારી સિદ્દિકી અને વરિષ્ઠ નેતા પ્રભુનાથ સિંહ પણ આ અવસર પર હાજર હતા.

શ્યામ રજકનું કહેવું છે કે તેમનું લાલૂ પ્રસાદ યાદવના નિવાસ પર આવવું સાંજે ઇફ્તાર પાર્ટીના મુદ્દે હતું. જો કે તેમણે પત્રકારોને એમપણ કહ્યું હતું કે ગઠબંધનને પહેલાં જ અંતિમરૂપ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું 'અમે સાથે મળીને પેટાચૂંટણી લડશે અને બધી 10 સીટો જીતશે.'

પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને મીડિયા પ્રભારી પ્રેમચંદ મિશ્રાએ કહ્યું કે ભાજપને હરાવવા માટે તેમની પાર્ટી જેડીયૂ અને આરજેડીની સાથે મળીને પેટાચૂંટણી લડવાના પક્ષમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો માટે લોકસભા માટે ચૂંટ્યા બાદ અને વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપ્યા બદ સીટો ખાલી થઇ હતી. આ પેટાચૂંટણીને આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી માટે સેમીફાઇનલ ગણવામાં આવે છે. આગામી મહિને 21 ઓગષ્ટના રોજ થનારી વિધાનસભા પેટાચૂંટણી શનિવારે જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

English summary
JD(U), RJD and Congress have reached an understanding to contest 10 Assembly seats in Bihar, going to bypoll next month, together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X