અમીત શાહ પર છે ત્રણ હત્યાઓનો આરોપ: કપિલ સિબ્બલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સોમવારે જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ ત્રણ હત્યાઓના આરોપી છે. તેમણે જણાવ્યું કે વણજારા મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આખો મામલો પ્રજાપતિ એનકાન્ટર સાથે જોડાયેલો છે.

સિબ્બલે આ તથ્યોના સહારે સીધા નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. તેમણે જણાવ્યું છે કે એક તરફ તો નરેન્દ્ર મોદી એમ કહે છે કે સંસદમાં ભ્રષ્ઠ લોકો માટે કોઇ જગ્યા ના હોવી જોઇએ પરંતુ નરેન્દ્ર મોદી પોતે હત્યાના આરોપીની બાજુમાં બેસીને ચા પીવે છે. સિબ્બલે એ પણ જણાવ્યું કે ગુજરાતમાં જે પણ નકલી એન્કાઉન્ટર થયા છે તે તમામની જાણકારી મુખ્યમંત્રી ઓફીસને હતી એટલે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હતી.

કપિલ સિબ્બલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે પ્રજાપતિ એનકાઉન્ટર કેસમાં મોદીની સાથે-સાથે તેમના ખાસ અમિત શાહ પણ સંલિપ્ત હતા. પરિષદ દરમિયાન સરકારી દસ્તાવેજોને પ્રસ્તુત કરતા સિબ્બલે જણાવ્યું કે સીબીઆઇએ નરેન્દ્ર મોદીની ક્યારે પૂછપરછ કરી નથી. એવામાં આ મામલાને એકવાર ફરી સામાન્ય જનતાની સામે લાવવામાં આવશે.

kapil sibal
English summary
While a addressing a press conference in New Delhi the union law minister kapil sibbal says that Amit shah is involved in 3 murder cases in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X