'ટાઇમ મેગેજીન'ના ઓનલાઇન સર્વેમાં કેજરીવાલે મોદીને આપી માત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ લોકપ્રિયતાના મામલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ઘણા પાછળ છોડી દિધા છે. તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને પાર્ટીના પીએમ પદના પ્રબળ દાવેદાર ગણવામાં આવતા રાહુલ ગાંધી લોકપ્રિયતાના મામલે અરવિંદ કેજરીવાલ કરતાં ઘણા દૂર છે. જ્યાં જુઓ ત્યાં બસ અરવિંદ કેજરીવાલના નામની જ ધૂમ મચી છે. આ દાવો દુનિયાના 100 પ્રભાવશાળી લોકો માટે થઇ રહેલા 'ટાઇમ મેગેજીન'ના ઓનલાઇન સર્વેમાં કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલ આ યાદીમાં પ્રથમ નંબર પર છે. ટાઇમ મેગેજીન વિશ્વના 100 પ્રભાવશાળી લોકોને પસંદ કરવા માટે ઓનલાઇન વોટીંગ કરાવી રહ્યું છે. આ યાદીમાં દુનિયાના રાજકારણીઓ, મીડિયાના જાણીતા ચહેરાઓ સહિત અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા દિગ્ગજ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઓનલાઇન વોટીંગમાં લોકપ્રિયતામાં અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી બધા પર ભારે પડી રહ્યાં છે. આ વોટીંગમાં નરેન્દ્ર મોદી નાપસંદ કરવામાં આવ્યા લોકોની યાદીમાં બીજા નંબર પર છે. તેમને વોટ કરનાર કુલ લોકોમાંથી લગભગ 62 ટકાએ નાપસંદ કર્યા છે.

નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અન્ય નામી-અનામી હસ્તીઓને પછાડી અરવિંદ કેજરીવાલ રવિવાર રાત સુધી પહેલાં નંબર પર હતા. નરેન્દ્ર મોદી આ યાદીમાં 14મા અને રાહુલ ગાંધી 66મા સ્થાન પર છે. અરવિંદ કેજરીવાલને રવિવાર મોડી રાત સુધી 1,25,060 વોટ મળી ચૂક્યા છે, તો બીજી તરફ નરેન્દ્ર મોદીને 78, 035થી વધુ વોટ અત્યાર સુધી મળી ચૂક્યાં છે. રાહુલ ગાંધીને પણ લગભગ 25 હજાર વોટ મળી ચૂક્યા છે.

arvind-kejriwal-win.jpg

અત્યાર સુધી 45 વર્ષીય અરવિંદ કેજરીવાલને 71.5 ટકા હા અને 28.5 ટકા ના વોટ પડ્યા છે. 63 વર્ષીય નરેન્દ્ર મોદીને કોઇપણ અન્ય પ્રભાવશાળી હસ્તીની તુલનામાં સર્વાધિક 'ના' વોટ પડ્યા છે. તેમણે આ મામલે પેરી અને જસ્ટિન બીબરને પછાડી દિધા છે. નરેન્દ્ર મોદીને 49.7 ટકા 'હા' અને 50.3 ટકા 'ના' વોટ મળ્યા છે.

દર વર્ષે ટાઇમ પત્રિકા દુનિયાના 100 સર્વાધિક પ્રભાવશાળી લોકોની સંપાદક દ્વારા તૈયાર યાદી પ્રકાશિત કરે છે. સંસ્કરણના બજારમાં આવતાં પહેલાં ટાઇમ ઓનલાઇન પોલ કરાવે છે જેમાં પાઠક કોઇ નેતા, અભિનેતા, સંગીતકાર અને એથલીટની યાદીમાં સામેલ કરવા માટે તેમના પક્ષમાં મતદાન કરે છે.

પોલમાં સામાન્ય રીતે મનોરંજન ઉદ્યોગની હસ્તીઓ છવાયેલ છે. અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી બાદ આ યાદીમાં મિશ્રના સૈન્ય કમાન્ડર અબ્દુલ ફતલ અલ-સીસીનો નંબર આવે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લગભગ 96 હજાર 70 પ્રતિક્રિયાઓની સાથે યાદીમાં 40મા સ્થાન પર છે.

English summary
Aam Aadmi Party convenor Arvind Kejriwal is leading the Time magazine’s readers poll of 100 Most Influential People in the world with the highest percentage of ‘yes’ votes, pipping BJP’s prime ministerial candidate Narendra Modi and American singer Katy Perry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X