For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીમૂન મનાવવા કેરલ જઇ રહ્યાં છો તો સાવધાન! અહી હાઉસબોટ્સમાં ચાલે છે સેક્સ ટૂરિઝમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

તિરૂવંતપુરમ, 31 ઓગષ્ટ: તમે સેક્સ રેકેટ વિશે તો સાંભળ્યું હશે પરંતુ શું તમે સેક્સ ટૂરિઝમ વિશે સાંભળ્યું છે? ના તો આવો અમે તમને જણાવીએ દક્ષિણ ભારતના કેરલ વિશે, જી હાં એ જ જગ્યા જ્યાં લોકો વેકેશન અથવા હનીમૂન મનાવવા જાય છે અને હાઉસબોટ્સનો લુત્ફ ઉઠાવે છે. પરંતુ હવે જો તમે કેરલ જઇને હાઉસબોટ્સમાં રજાઓ અથવા હનીમૂન મનાવવા માંગો છો તો સાવધાન થઇ જાવ કારણ કે તાજેતરમાં આવેલા કેટલાક અહેવાલોમાં આ વાતનો ખુલાસો થયો છે કે હાઉસબોટ્સમાં સેક્સ ટૂરિઝમ ચાલે છે.

આવી ઘટનાઓ પર પ્રતિબંધ લગાવવા માટે કેરલ સરકારે કડક પગલાં ભરવાની તૈયારી કરી લીધી છે અને રાજધાની તિરૂવંતપુરમથી 150 કિલોમીટર દૂર અલાપ્પુઝામં જિલ્લા વહિવટીતંત્રએ આવી ઘટનાઓ પર નજર રાખવાનું શરૂ કરી દિધું છે.

સેક્સ ટૂરિઝમ અને ઉગ્રવાદી તત્વો દ્વારા હાઉસબોટ્સનો ઉપયોગ

સેક્સ ટૂરિઝમ અને ઉગ્રવાદી તત્વો દ્વારા હાઉસબોટ્સનો ઉપયોગ

એક અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત અહેવાલનું માનીએ તો જિલ્લા વહિવટીતંત્રએ હાઉસબોટ્સ પર નજર રાખવાનું પગલું સેક્સ ટૂરિઝમ અને ઉગ્રવાદી તત્વો દ્વારા હાઉસબોટ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાના અહેવાલ બાદ ભર્યું છે. જિલ્લા વહિવટી તંત્રએ જિલ્લા પોલીસ વડા અને હાઉસબોટ્સને લાઇસન્સ આપનાર પોર્ટ ઓફિસરો પાસે રિપોર્ટ માંગ્યો છે.

હાઉસબોટ્સ ઉગ્રવાદી તત્વો માટે સૌથી વધુ સલામત જગ્યા

હાઉસબોટ્સ ઉગ્રવાદી તત્વો માટે સૌથી વધુ સલામત જગ્યા

જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે રાજ્યના એડીજીપીએ અમને એલર્ટ મોકલ્યું હતું કે હાઉસબોટ ઇંડસ્ટ્રીને કારગાર રીતે મોનિટર કરવામાં આવતી નથી. તે ઇચ્છે છે કે આપણે સેક્સ ટૂરિઝમ વિરૂદ્ધ પગલાં ભરીએ અને હાઉસબોટ્સ ભાડે લેનારની જાણકારી ચેક કરે. તેમણે સાથે જ ચેતવ્યા છે કે હાઉસબોટ્સ ઉગ્રવાદી તત્વો માટે સૌથી વધુ સલામત જગ્યા હોઇ શકે છે. જિલ્લા પોલીસ અને પોર્ટ સ્કોર્ડની સાથે મળીને સપ્ટેમ્બરમાં હાઉસબોટ્સ પર રેડ પાડવાનું શરૂ કરશે.

ગ્રાહક કરે છે સેક્સ વર્કર્સની માંગ

ગ્રાહક કરે છે સેક્સ વર્કર્સની માંગ

ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો હાઉસબોટ્સમાં સેક્સ ટૂરિઝમ ચાલે છે. એક હાઉસબોટ્સ ઓપરેટરનું કહેવું છે કે જો કોઇ ગ્રાહક સેક્સ વર્કરની માંગ કરે છે તો અમે લોકો તેમને ઉપલબ્ધ કરાવીએ છીએ. મોટાભાગે અમે આવા ગ્રાહકોને નજરઅંદાજ કરીએ છીએ. સાથે જ એક અન્ય ઓપરેટરનું કહેવું છે કે હાઉસબોટ્સ ઇંડસ્ટ્રી સેક્સ ટૂરિઝમને ક્યારેય પણ પ્રોત્સાહિત કરતી નથી. આવી ઘટનાઓ થાય છે, પરંતુ લોકો આવી ગેર-કાનૂની ઘટનાઓ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારનો સાથે આપવા માટે તૈયાર છીએ.

અલાપ્પુઝા જિલ્લામાં છે 1528 કોલગર્લ્સ

અલાપ્પુઝા જિલ્લામાં છે 1528 કોલગર્લ્સ

જિલ્લા એડ્સ કંટ્રોલ સોસાયટીનું કહેવું છે કે અલાપ્પુઝા જિલ્લામાં 1528 વર્કરમાંથી 800 હાઉસબોટ ઇંડસ્ટ્રી સાથે જોડાયેલી છે. હોયલ અને રિસોર્ટ્સના આંકડા અનુસાર ગત વર્ષે અહીંયા 2 લાખ 59 હજાર સ્વદેશે અને 58 હજાર વિદેશી પર્યટક ફરવા માટે આવે છે.

English summary
Kerala's Alappuzha district administration has initiated steps for monitoring the houseboat industry following reports of sex tourism and possibility of extremist elements using the facilities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X