For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INS કોલકાતા યુદ્ધજહાજમાં વિસ્ફોટ, એક કમાંડરનું મોત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 માર્ચ: આઇએનએસ કોલકાતા યુદ્ધજહાજમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં નૌકાદળના એક કમાંડર કુંતલ રંધાવાનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ મુંબઇના મઝગાવ ડોકયાર્ડ પર થયો છે.

આ વિસ્ફોટના કારણે યુદ્ધજહાજમાં આગ લાગી ગઇ. આગના કારણોનો ખુલાસો હજી સુધી કરાઇ શક્યો નથી. ગેસ લિકેજના કારણે કેટલાંક અધિકારીઓ બેભાન પણ થઇ ગયા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આઇએનએસ કોલકાતા જૂનના મહિનામાં નેવીમાં સામેલ થવાનો હતો અને તે ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે.

આ ઘટનાને લઇને ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે યુપીએ સરકારે નૌકાદળની અણદેખી કરી છે. તેમણે એકવાર ફરી રક્ષામંત્રી એકે એંટનીના રાજીનામાની માંગ કરી છે.

ins
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસો પહેલા મુંબઇ બંદરની નજીક દૂર્ઘટનાનો શિકાર બનેલી ભારતીય સબમરીન આઇએનએસ સિંધુરત્ન દુર્ઘટનામાં નૌકાદળના બે અધિકારીઓના મોત થયા હતા.

ત્યારબાદ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી નૌકાદળના પ્રમુખ એડમિરલ ડીકે જોશીએ પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. સરકારે પણ તેમનું રાજીનામું તાત્કાલિક ધોરણે સ્વીકારી દીધું હતું. છેલ્લા સાત મહિનામાં ભારતીય નૌકાદળના દસ યુદ્ધજહાજ અને ત્રણ સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઇ ચૂકી છે.

English summary
One Naval officer dies and two officers injured as INS Kolkata leaks gas in the ship. The mishap took place at Mazgaon docks, Mumbai. The Project-15A ship was to be handed over to the navy in a few months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X