લાલૂ યાદવની પુત્રી મીસા ભારતી સાથે પોલિંગ બૂથ પર ગેરવર્તૂણક

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

પટણા, 17 એપ્રિલ: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસદા યાદવી પુત્રી મીસા ભારતીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રામ કૃપાલ યાદવના સમર્થકોને ગેરવર્તણૂક કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિહારના પાટલિપુત્ર સીટ પરથી ચૂંટણી લડી રહેલી લાલૂ પ્રસાદની પુત્રી મીસા ભારતી સાથે વિક્રમમાં એક પોલિંગ બૂથ પર ગેરવર્તણૂક કરવામાં આવી. મીસા ભારતીને પોલિંગ બૂથ 34 પર ગડબડીની ફરિયાદ મળી હતી જ્યારે મીસા ત્યાં પહોંચી તો તેમની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી.

તો બીજી તરફ ભારતી વિરૂદ્ધ પીઠાસીન પદાધિકારીએ ઇવીએમ તોડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી. ચૂંટણી કમિશનના અનુસાર મીસા ભારતી અને તેમના પછી આવેલા લગભગ 20 લોકો વિરૂદ્ધ ઇવીએમ તોડવાનો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. આ આખા વિવાદ પર મીસાનો દાવો છે કે બૂથ નંબર 34ને કેટલાક અસામાજિક તત્વોએ ઘેરી લીધું હતું અને મહિલાઓ વોટ આપવા માટે પોતાના વારાની રાહ જોઇ રહી હતી. તેનો વિરોધ કરતાં તે લોકોએ તેમની સાથે હાથાપાઇ કરી. પછી તે જ અસામાજિક તત્વોએ વોશિંગ મશીનને તોડી દિધું.

misa-bharti

સૂત્રોએ જાણકારી આપી છે કે આજે સવારે મીસા ભારતી જ્યારે મતદાન કરવા પહોંચી તો પોલિંગ બૂથની લાઇટ જતી રહી. તેમણે અંધારામાં જ મતદાન કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પાંચમા ચરણમાં બાર રાજ્યોની 121 સીટો માટે મતદાન ચાલુ છે. વોટ આપવા માટે ભારે સંખ્યામાં ધરેથી નિકળી રહ્યાં છે. પાંચમા ચરણમાં કર્ણાટકની બધી 28, રાજસ્થાનની 20, મહારાષ્ટ્રની 19, ઉત્તર પ્રદેશની 11, ઓરિસાની 11, મધ્ય પ્રદેશની 10, બિહારની 7, ઝારખંડની 6, પશ્વિમ બંગાળની 4, છત્તીસગઢની ત્રણ, જમ્મૂ-કાશ્મીર તથા મણિપુરની એક-એક સીટો માટે મતદાન થઇ રહ્યું છે.

English summary
RJD chief Lalu Prasad has come out in defense of his daughter and RJD's Patliputra candidate Misa Bharti after it was alleged that she had destroyed an EVM machine when she had gone to cast her vote on Thursday morning in Patliputra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X