For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: ભારતમાં રેડ ટેપ નહી, રેડ કાર્પેટ છે: મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

7.00pm : જાપાનમાં નરેન્દ્ર મોદી સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરનારા સૌથી વયોવૃદ્ધ સાથીદાર સાઇચિરો મિસુમીને મળ્યા હતા.

5.05pm: ભારતમાં રેડ ટેપ નહી, રેડ કાર્પેટ છે. 100 દિવસોમાં જીડીપી 5.7 ટકા થઇ- મોદી

5.00pm: 21 મી સદી એશિયાની હશે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાંડ ફક્ત ભારતમાં. દુનિયાની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર એશિયામાં- મોદી

5.00pm: ભારતના 50 શહેરોને મેટ્રોનો ઇંતઝાર. નાન ઉદ્યોમીઓને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ- મોદી

4.55pm: આતંકવાદીઓએ ઘૂસણખોરી માટે ખોદી હતી 150 મીટર લાંબી સુરંગ: સેના

4.50pm: સચિન તેંડુલકરની આત્મકથા 'Playing It My Way' નું વિમોચન 6 નવેમ્બરના રોજ

4.45pm : બાળકોના પડી જવાના કિસ્સાઓથી ચેતીને હવે ગુજરાતમાં બોર-કુવાનું કામ બંધ કરતા પહેલા પોલીસને જાણ કરવી પડશે.

4.22pm : ગુજરાતમાં નોટરીની કામગીરી માટે ફીના દરમાં સુધારો કરવામાં આવ્યો.

3.55pm : રાજકોટમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ તેમના નાગરિકત્વ મુદ્દે રેલી યોજી હતી.

3.30pm : આજે શેરમાર્કેટના સૂચકાંકોએ નવી ઉંચાઇ સર કરી હતી. બીએસઇ સેન્સેક્સ 151.84 પોઇન્ટ વધીને 27,019.39 પોઇન્ટની સપાટીએ જ્યારે એનએસઇ નિફ્ટી 55.35 પોઇન્ટના વધારા સાથે 8,083.05 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

2.44 PM: ભારતે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, ટીમમાં ધવલ કુલકર્ણીનો કરાયો સમાવેશ

2.30pm : સુરતના ડાયમંડ ઉધોગમાં એક પછી એક થઇ રહેલાં ઉઠામણા રોકવા માટે સુરત ડાયમંડ એશોસિયશને આઇકાર્ડ સિસ્ટમ ફરજીયાત બનાવી છે.

2.20pm : ટેલિકોમ રેગ્યુલેટર TRAIને સરકાર રદ્દ કરવા પર વિચાર કરી રહી છે. TRAIની જગ્યા પર નવું રેગ્યુલેટર ટેલીકાૅમ સેક્ટરનું નિયંત્રણ કરશે.

2.10pm : પાકિસ્તાની હિન્દુઓએ રાજકોટમાં ભારતીય નાગરિકત્વ આપવાની માંગણી સાથે રેલી યોજી.

2.00pm : જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મેં જાપાનના ગવર્નન્સને અમલી બનાવવાનો પ્રયત્ન કર્યો.

1.50pm : ગુજરાત હાઇકોર્ટે નરેન્દ્ર મોદી સરકારને એસસી અને એસટીમાંથી ત્રણ જાતિઓ દૂર કરવા માટે જવાબ માંગ્યો.

1.40pm : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાતનું પ્રતિનિધિમંડળ દોહા અને કતાર પહોંચ્યું.

1.30pm : મુંબઇની સબઅર્બન રેલવે હવે ગુજરાતની વીજળીથી દોડશે.

1.12 PM: સાનિયા મિર્ઝા પહોંચી અમેરિકન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા યુગલ વર્ગની ક્વાર્ટર ફાઇનલ અને મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં.

12.10pm: કલકત્તા: કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ, કપડાં બતાવીને લોકો માંગી રહ્યાં છે મદદ

12.00pm: યૂપી: 'લવ જિહાદ'થી બચવા માટે છોકરીઓને ફોન રાખવા પર લગાવી પાબંદી

11.30am: જમ્મૂ કાશ્મીર: પુલવામામાં પિતાનું કહ્યું ન માનનાર આતંકી શૌકતનું મોત

11.15am: પાંચ સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં મોદીના 'ભાષણ'નો વિવાદ યથાવત, પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને છૂટ

11.10am: અરૂણ જેટલી હોસ્પિટલમાં દાખલ, વજન ઓછું કરવા માટે થઇ શકે છે સર્જરી

11.00 am: ચીનના ચોંગકિંગ પ્રાંતમાં મંગળવારે ભારે વરસાદ બાદ ભેખડ ધસવાને કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થઇ ગયા છે અને 24 લોકો ગુમ થઇ ગયા છે.

10.50 am: નરેન્દ્ર મોદીએ મંગળવારે મહિલાઓના સશક્તીકરણ અને શિક્ષણ પર ભાર મૂકતા હાલની વિશ્વ વ્યવસ્થામાં તેને જરૂરી ગણાવ્યું છે.

10.30 am: ઇરાકની રાજધાની બગદાદમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા છે.

10.15 am: મોદીએ ભારતની વિવિધતાથી જાપાનીઓને પરિચિત કરાવતા મંગળવારે જણાવ્યું કે દેશની આ વિશેષતાઓથી ખૂબ જ શીખવા મળી શકે છે.

10.00 am: મોદીએ મહિલા શિક્ષણ અને સ્ત્રીશક્તિકરણ પર ભાર મૂક્યો. મોદીએ એક વિદ્યાર્થિનીને શું જવાબ આપ્યો વાંચો.

9.50 am: પેરિસમાં એક ઇમારત ધસી પડવાથી 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થવાના સમાચાર છે.

9.35 am: શેરબજારના શરૂઆતી કારોબારમાં તેજી.

9.30 am: કોલકાતાની ચેટર્જી ઇન્ટરનેશનલ બિલ્ડીંગમાં ભારે આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. બચાવકામગીરી શરૂ.

9:00 am: નરેન્દ્ર મોદીએ આજે અહીં ડ્રમ પણ વગાડ્યું, અને ભેટમાં મળેલો બેલ પણ વગાળ્યો.

8:44 am: નરેન્દ્ર મોદીનો જાપાન પ્રવાસનો આજે ચોથો દિવસ છે નરેન્દ્ર મોદીએ આજે એક કાર્યક્રમમાં દેશની તક્ષશીલા અને નાલંદા યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો.

8:30 am: નવાઝ શરીફના રાજીનામા પર પાકિસ્તાનમાં હાલત હજી પણ લથડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે નવાઝ શરીફે રાજીનામુ આપવાનો અને રજા પર જવાનો ઇનકાર કરી લીધો છે.

8:00 am: બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલી વાર જાપાન ભારતને મિલિટરી સાધનો વહેચશે.

English summary
Latest News in Brief of 2 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X