For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief: ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું વડાપ્રધાનમંત્રીના રૂપમાં નહી પ્રધાનસેવકના રૂપમાં તમારે વચ્ચે છું. રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રીય ચરિત્રને નિખારવાનો અવસર હોય છે. રાષ્ટ્રીય પર્વથી પ્રેરણા લઇને જન-જનનું ચરિત્ર જેટલું નિખારીએ એટલું સારું. આ દેશ ખેડૂતો, યુવાનો, સૈનિકો, વૈજ્ઞાનિકો, રૂષિ મુનિઓને બનાવ્યો.

નરેન્દ્ર મોદીનું ભાષણ ઘણા પ્રકારે ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદી પહેલીવાર બુલેટ પ્રૂફ બોક્સ વિના ભાષણ આપી રહ્યાં છે. નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે, જે લખ્યા વિનાનું ભાષણ આપી રહ્યાં છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ લઇને બાપૂને નમન કર્યું.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

modi

3.36 PM: ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

11.24 AM: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટઃ ભારત પાંચ બોલર સાથે રમશે.

10.30am: સ્વતંત્રતા દિવસના અવસર પર ઝારખંડના રાજ્યપાલ બેભાન થઇ જતાં ઢળી પડ્યાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો નારો, Come make in indiaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો નારો, Come make in india

9.30am: નેપાળમાં બુધવારથી સતત થઇ રહેલા વરસાદના લીધે ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનથી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યાં છે.

9.00am: પૂર્વી દિલ્હી વિસ્તારમાં એક 70 વર્ષીય મહિલા પોતાના એપાર્ટમેન્ટમાં લાગેલી લિફ્ટમાં ફસાઇ જતાં મોતને ભેટી હતી.

8.00am: તુલસી પ્રજાપતિ ફર્જી એંકાઉન્ટર કેસમાં મુંબઇની સત્ર કોર્ટે અમિત શાહ સહિત બધા આરોપીએ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

7.00am: ગત 24 કલાક દરમિયાન સંઘર્ષ વિરામના ઉલ્લંઘનના સમાચાર વચ્ચે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર બે જગ્યાએ પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકોએ મીઠાઇ વહેંચી.

English summary
Prime Minister Narendra Modi will deliver his first address to the nation from the ramparts of the historic Red Fort on 68th Independence Day on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X