લોકસભા ચૂંટણી 2014 : એક ઘર, 115 મતદાર, ઘરથી જ શરૂ થાય છે કતાર

Google Oneindia Gujarati News

પટણા, 17 એપ્રિલ : દેશમાં ચૂંટણીઓની ધમાધમી છે. ભાષણબાજીની ભરમાર છે, નેતાઓની જ ચર્ચા છે ત્યારે બિહારના પટનામાં આવેલો ચંદેલ પરિવાર પણ સ્થાનિક લોકોમાં એટલી જ ચર્ચા જગાવી રહ્યો છે. કારણ શું? ના આ પરિવારમાંથી કોઇ પણ સભ્ય ચૂંટણી લડી રહ્યો નથી. આમ છતાં તેમના ઘરે રાજકીય પક્ષોના ઉમેદવારો લાઇન લગાવી રહ્યા છે.

આમ થવાનું કારણ એ પણ નથી કે તેંમનો સંબંધ કોઇ રાજકારણી સાથે છે કે તેઓ કોઇ ખાસ વિચારધારામાં માને છે અથવા તેઓ માથાભારે પરિવાર છે. આ ચંદેલ પરિવાર ચર્ચામાં રહેવાનું એકમાત્ર કારણ પરિવારના સભ્યો છે. જી હા. આ પરિવારમાં કુલ 115 મતદારો છે. જેમાં 65 પુરુષો અને 50 મહિલાઓ છે.

chandel-family-patna

પટનના લોહાનીપુર વિસ્તારમાં રહેતા આ પરિવારમાં કુલ 150 સભ્યો છે. આ તમામ સભ્યો એક જ ઘરમાં રહે છે. તેમાંથી 115 મતદારો છે. એક જ ઘરમાં આટલી મોટી વોટ બેંકને જોઇને તમામ પાર્ટીઓ તેમના તરફ આકર્ષાઇ છે. પાર્ટીઓએ આ પરિવારના મત પોતાને મળે એટલા માટે તેમને મનાવવા લાઇનો લગાવી છે.

આ કારણે લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય. ઉમેદવાર તેમના ઘરે જઇને તેમને અપીલ કરે છે. બીજી તરફ નાની સમસ્યાઓ માટે નગરપાલિકાના અધિકારી તેમના ઘરે જાય છે. આજે પટનામાં મતદાન થઇ રહ્યું છે ત્યારે તેમના પર સૌની નજર છે.

ચંદેલ પરિવાર પટના સાહિબ લોકસભાના બાંકીપુર વિધાનસભા ક્ષેત્રના મતદાતા છે. સમગ્ર પરિવાર એક નહીં પણ બે મતદાન કેન્દ્ર પર વોટ નાખવા જાય છે.

ચંદેલ નિવાસ ચાર માળનું મકાન છે જેમાં ચાર પેઢીઓ રહે છે. આ પરિવારના સૌથી ઉંમરલાયક સભ્ય 84 વર્ષના પરશુરામ સિંહ છે. તેઓ 1954માં વૈશાલી જિલ્લામાંથી અભ્યાસ કરવા માટે પટણા આવ્યા હતા. તેમને 1956માં પટના કોર્ટમાં નોકરી મળતા તેઓ અહીં જ સ્થાયી થઇ ગયા. વર્તમાનમાં જે ચંદેલ નિવાસમાં તેઓ રહે છે તેની જમીન 1973માં ખરીદી હતી અને મકાન બનાવી 1980માં તેઓ અહીં રહેવા આવ્યા હતા.

આટલા મોટા પરિવારનું ભોજન બનાવવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે રસોડા અલગ કરવામાં આવ્યા.

English summary
During Lok Sabha Election 2014 some wonders are come out. Such as a Home in Patna. There are 115 voters in the house, so there queue starts from home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X