For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીવાદની શિક્ષા આપે છે મદરેસા: સાક્ષી મહારાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bjp-logo
કન્નૌજ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના સાંસદ સાક્ષી મહારાજે એક નવો વિવાદ ઉભો કરતાં રવિવારે આરોપ લગાવ્યો હતો કે મદરેસા આતંકવાદના શિક્ષણનો ગઢ છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજે નાદેમઉમાં આયોજિત એક સમારોહ બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે મદરસાઓમાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવામાં આવતું નથી. તેમણે કહ્યું કે મને અહીં એક પણ મદરેસા વિશે કહો જ્યાં 15 ઓગષ્ટ 26 જાન્યુઆરીના રોજ તિરંગો ફરકાવવામાં આવતો હતો.

તેમણે આરોપ લગાવ્યો છે, 'મદરેસાઓ આતંકવાદનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં ફક્ત કુરાનનું શિક્ષણ આપીને આતંકવાદી અને જિહાદી બનાવવું રાષ્ટ્રના હિતમાં નથી. ભાજપના સાંસદે મદરેસોને શાસકીય મદદ આપવાના મુદ્દે સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે આપણી મોટાભાગની સ્કુલોને સરકાર દ્વારા કોઇ મદદ લેતા નથી, જ્યારે રાષ્ટ્રીયતા સાથે સંબંધ ન રાખનાર બધા મદરેસાઓને સરકારી સહાયતા આપવામાં આવે છે.

બીજી તરફ સમાજવાદી પાર્ટી (એસપી)એ સાક્ષી મહારાજના નિવેદન પર આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. એસપીએ ભાજપે સાક્ષી મહારાજના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. બીજી તરફ કોંગ્રેસે સાક્ષી મહારાજના આ નિવેદનને સમાજને ધર્મના આધારે વહેંચવાનું રાજકારણ ગણાવી છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ યૂપીમાં ધાર્મિક ધ્રુવીકરણનું રાજકારણમાં જોડાયેલ છે.

English summary
The Bharatiya Janta Party MP Sakshi Maharaj on Sunday alleged that madrassas were giving “education of terrorism”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X