For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું વિચારે છે એ લોકો જે કારગિલ યુદ્ધ વખતે હતા બાળક?

|
Google Oneindia Gujarati News

દ્રાસ, ઋચા વાજપાયીઃ મે 1999નો એ સમય ક્યારેય કોઇ ભૂલી નહીં શકે, જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો. કારગિલનુ દ્રાસ સેક્ટર એ જ સ્થળ છે, જ્યાં આ આખા યુદ્ધને અંજામ આપવામાં આવ્યો. આજે પણ અહીંના લોકોના દિલોમાં એ યુદ્ધની યાદો તાજા છે. તેવામાં અમે વિચાર્યું કે એ લોકો સાથે વાત કરવામાં આવે અને એ માહોલ અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવે જેઓ એ સમયે બાળક હતા.

kargil-war
તે દિવસે શાળાઓમાં રજા હતી
અમારી પહેલી મુલાકાત થઇ દ્રાસમાં ઇન્ટરનેટ કાફે ચલાવતા જાકિર સાથે. જાકિરની ઉમર હાલ 30 વર્ષની છે. મે 1999માં જાકિર આઠમાં ધોરણમાં ભણતો હતો. જાકિરે વન ઇન્ડિયાને જણાવ્યું કે, બપોરનો સમય હતો અને અમે ત્યારે શાળામાં હતા. અમારો લંચ પૂર્ણ થઇ ચૂક્યો હતો. ત્યાં જ અચાનક અમે બોમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો.

જાકિરે જણાવ્યું કે, મને અને મારા બાકીના મિત્રોને તો કંઇજ ખબર નહોતી, પરંતુ અમારા મેડમે અમને જણાવ્યુ કે, ઘરે જાઓ રમખાણ શરું થયું છે. ત્યારે કોઇને પણ ખબર નહોતી કે પાકિસ્તાને આપણા દેશ પર હુમલો કર્યો છે. આખી રાતે અમે જોયું કે પર્વતો પર બોમ્બનો વરસાદ થઇ રહ્યો હતો. મોટી મોટી તોપોના ગોળાને સહેલાયથી જોઇ શકાતા હતા. ઘણો ભય લાગતો હતો. સેનાએ અમને અહીંથી દૂર ટેન્ટોમાં શિફ્ટ કરી દીધા હતા.

હું તો ડરીને ભાગી ગયો હતો
તોલોલિંગ પર્વતો નીચે વસેલા એક ગામોમાં રહેતો ગુલામ કાદિર તે સમયે સાત વર્ષનો હતો. આજે આઇએએસ બનવાનું સ્વપ્ન જોઇ રહેલા ગુલામ કાદિરે કહ્યું કે આજે
પણ યુદ્ધના એ દિવસને યાદ કરીને ઉંઘ આવતી નથી. ગુલામ કાદિરે જણાવ્યું કે, હું ડરીને ઘરેથી ભાગી ગયો હતો. માત્ર દોડી રહ્યો હતો. આજે વિચારું છું તો રાત્રે ઉંઘ આવતી નથી. મારા માતા મને જોઇને ડરી ગયા હતા કે શું થઇ ગયું છે. હું દોડી રહ્યો હતો, ત્યારે મને સેનાના એક જવાને પકડ્યો અને લડ્યાં પણ. તેમણે કહ્યું કે ગોળી લાગી જશે તો મરી જઇશ.

ગુલામ કાદિર અને જાકિર ઉપરાંત અહીં એવા અનેક યુવાનો છે, જેમની પાસેથી તમને આવી અનેક કહાણીઓ મળી જશે, જે કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી છે. અહીંના યુવાનોની વાત માનીએ તો તેમણે પોતાના જીવનમાં પહેલીવાર યુદ્ધ જોયું હતું અને તે હવે કોઇ યુદ્ધ જોવા માગતા નથી.

English summary
People who were kids during Kargil war, at Drass still have memories about the war. Here are some interesting talk with them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X