તમિળનાડુ અને દેશનો ચહેરો બદલીશું: નરેન્દ્ર મોદી

Google Oneindia Gujarati News

ઇરોડ, 17 એપ્રિલઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા તમિળનાડુમાં ચૂંટણી સભા સંબોધવામાં આવી રહી છે. તેમણે ઇરોડ ખાતે જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના કારણે અહીનો વિકાસ અટકી ગયો છે અને અનેક ઇન્ફ્રાસ્ટક્ચરના પ્રોજેક્ટમાં વિલંબ આવી રહ્યો છે.

આ તકે મોદીએ કહ્યું કે, ભારત ઇરોડના ટર્મરિકને ઘણું જ પસંદ કરે છે, તે આપણા ભોજનને સ્વાદિષ્ટ અને કલરફુલ બનાવી દે છે. ગઇકાલે અને આજે હું તમિળનાડુના આતિથ્યસત્કારનો આનંદ લઇ રહ્યો છું. હું જ્યાં પણ જઇ રહ્યો છું, ત્યાં મને બદલાવની હવા જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સરકાર દેશને ચલાવી રહી છે, તેનાથી દેશ કંટાળી ગયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, તમિલનાડુની એક મહિલા ઈન્ફ્રાસ્ટક્ચરના પ્રોજેક્ટસના વિલંબ માટે જવબાદર છે. કોંગ્રેસની આ મહિલાને કારણે તમિલનાડુ અને ભારતને ઘણું જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. સરકારે બધા પ્રોજેક્ટ ઠપ કરી દીધા હતા અને જયંતિ ટેક્સ લગાવવામાં આવતો હતો. હરિયાળીની વાત વૃક્ષો સંબંધિત નહીં પરંતુ તેમના માટે હરિયાળી નાણા સંબંધિત હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાછળ ઠેલવામાં આવ્યું, વિકાસ અટકી ગયો અને યુવાનોને તેમની નોકરી ગુમાવવી પડી, આ બધા માટે કોણ જવાબદાર છે.

હર્બલ ઇન્ડસ્ટ્રી આર્થિક સ્થિતિને બદલાવી શકે છે

હર્બલ ઇન્ડસ્ટ્રી આર્થિક સ્થિતિને બદલાવી શકે છે

દવાઓ, કોસ્મેટિક્સ, હર્બલ ઇન્ડસ્ટ્રી અહીની આર્થિક સ્થિતિને બદલાવી શકે છે. ભાજપ હર્બલ, દવાઓ અને આયુર્વેદ ક્ષેત્રમાં વિકાસ સંબંધિત ખાસ ધ્યાન આપવા માટે કટિબદ્ધ છે. ઇરોડ ટેક્સટાઇલનું હબ છે, પરંતુ તેને સાચી દિશામાં ઇન્ફ્રાની પૂર્તિ કરીને વિકાસ કરવાની જરૂર છે. અમે ગુજરાતમાં કપાસમાં વિકાસ કર્યો છે, અહી પણ તેમાં વેલ્યુ એડિશન લાવી શકાય છે અને તેના માટે આપણો બોન્ડ મજબૂત હોવો જરૂરી છે.

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ લોકોને નોકરી આપી શકે છે

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ લોકોને નોકરી આપી શકે છે

એગ્રીકલ્ચર બાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ લોકોને નોકરી આપી શકે છે. યુવાનો કામ કરવા માગે છે, પરંતુ રોજગારીના અવકાશો નહીં હોવાના કારણે તેઓ નિરાશ થયા છે. શિવાકાસીના ફટાકડાંઓ ઘણા જાણીતા છે, પરંતુ કેન્દ્રની નીતિઓમાં ઉણપ હોવાના કારણે ફટાકડાંઓ ચીનથી આવી રહ્યાં છે. યુવાનોમાં પ્રતિભા છે અને તેઓ સખત પરિશ્રમ કરવા માગે છે, પરંતુ તમારી નબળી નીતિઓએ તેમની પાસેથી નોકરીઓ આંચકી લીધી છે.

તકો હોવા છતાં પણ યુવાનો પાસે નોકરીઓ નથી

તકો હોવા છતાં પણ યુવાનો પાસે નોકરીઓ નથી

અમે હેડંલૂમ સેક્ટરમાં એક વેલ્યુ ચેઇન ડેવલોપ કરવાનું વચન આપીએ છીએ અને એ અમારા મેનિફેસ્ટોમાં છે. લેટેસ્ટ ટેક, ક્રેડિટ સપોર્ટ અમારા ફોકસ એરિયા છે. હવે પહેલા જેવું નથી કે ડોક્ટર્સ અને એન્જીનિયર્સ પૈસા કમાતા હતા, પરંતુ વિદેશી ભાષાઓ શીખીને આપણા ટૂરિસ્ટ ગાઇડ પણ ડોલરમાં પૈસા કમાઇ રહ્યાં છે. તમે ઘરે બેસીને યુએસએ માટે કામ કરી શકો છો અને લાખો કમાઇ શકો છો. ઘણી તકો હોવા છતાં પણ યુવાનો પાસે નોકરીઓ નથી.

તમિળનાડુ અને દેશનો ચહેરો બદલીશું

તમિળનાડુ અને દેશનો ચહેરો બદલીશું

ગુજરાતમાં અમે લોકોને સ્કિલ્સ અને નોકરી બન્ને પૂરી પાડી રહ્યાં છીએ. રોજગારીની તકો ઉભી કરવાની દિશામાં અમે કામ કરીશું. નેશનલ મલ્ટી સ્કીલ મિશન પણ ઉભું કરવામાં આવશે. તેમજ લેબર અને પ્રવાસન ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગને પણ પ્રમોટ કરવામાં આવશે. વાઇકો સાથે મારે લાંબા સમયથી મિત્રતા છે. તેઓ હંમેશા મારી સાથે છે અને હું હંમેશા તેમની સાથે છું. અમે સાથે મળીને તમિળનાડુના વિકાસની દિશામાં કામ કરીશું. વિજયકાંત, વાઇકો, રામાદોસ અને રાધાકૃષ્ણ સાથેનું ગઠબંધન તમિળનાડુનો અને દેશનો ચહેરો બદલી નાખશે.

English summary
Narendra Modi addressing a massive gathering in Erode, Tamil Nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X