જે અમેઠી નથી સંભાળી શકતા એ દેશ કેવી રીતે સંભાળશેઃ મોદી

Google Oneindia Gujarati News

વિશ્રામપુર, 20 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના વિશ્રામપુરમાં રેલીઓને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. મોદીએ રાહુલ ગાંધીના વિષયમાં કહ્યું કે, જે વ્યક્તિ અમેઠી નથી સંભાળી શકતા તે દેશ કેવી રીતે સંભાળશે.

narednra-modi-lata-mangeshkar
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વિચારોની આકરી નિંદા કરતા કહ્યું કે ‘હર હાથ લૂટ, હર બોલ જૂઠ' જેવા સૂત્રોથી આ પાર્ટી દેશને બરબાદ કરવામાં લાગેલી છે. મોદીએ મહિલાઓની સુરક્ષાના વિષયને ઉજાગર કરતા કહ્યું કે જ્યારે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો અને દેશના યુવાનો ન્યાય માટે કેન્દ્ર સરકાર સામે જંગે ચઢ્યા હતા, ત્યારે ત્યાં બેસેલી સરકારે યુવાઓ પર પાણીનો વરસાદ કર્યો હતો અને એ પણ કડકતી ઠંડીમાં.

મોદીએ કહ્યું કે આ મામલા બાદ કેન્દ્ર સરકારે નિર્ભયા ફંડ જારી કર્યું હતું. મોદીએ આમ જનને સંબોધિત કરતા જણાવ્યું કે આ ફંડ 1000 કરોડ રૂપિયાનું હતું, પરંતુ આજ સુધી આ ફંડમાંથી એક રૂપિયો પણ મહિલાઓની સુરક્ષા માટે ખર્ચ કરવામાં આવ્યો નથી. મોદી બોલ્યા કે ફંડના પૈસા ખર્ચની વાત તો દૂર દિલ્હીની મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્ત પણ કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસનું એક સૂત્ર છે, ‘હર હાથ લૂટ, હર બોલ જૂઠ' થઇ ગયું છે. છેલ્લા 10 વર્ષોમાં કોંગ્રેસે મહિલાઓનું સાંભળ્યું નથી. કોંગ્રેસ બેશરમ થઇ ગઇ છે, કારણ કે આ પાર્ટી નિર્ભયા ફંડને પણ ખાઇ ગઇ છે. તેવામાં એક મહિલા જ દેશની મહિલાઓની પીડા નથી સમજી શકતી તો દેશ કેવી રીતે ચાલશે?

English summary
Narendra modi addressing a rally in Chattisgarh. While addressing he claims Rahul gandhi that he can not handle Amethi and he is talking about to handle the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X