For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અને આપમાં મોદી ભય: દિલ્હીમાં ગઠજોડ સરકાર રચવાના મૂડમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જૂન: લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે મળેલી કરારી હાર બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક વાર ફરી દિલ્હીમાં ગઠજોડની સરકાર રચવાને લઇને વાતચીત શરૂ કરી દીધી છે. આ પ્રકારના સમાચાર અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આપ્યા છે.

અખબારે લખ્યુ છે કે છેલ્લા એક અઠવાડીયામાં કોંગ્રેસના વિધાયકોએ આપના એક સીનિયર નેતા સાથે મુલાકાત કરી, જેણે વિધાયકોને પોતાના પાર્ટી નેતૃત્વ પર આપ સરકારને સમર્થન આપવા માટે દબાણ બનાવવા કહ્યું છે.

અત્રે નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી સરકાર માત્ર 49 દિવસમાં તે સમયે પડી ગઇ જ્યારે કોંગ્રેસે આપને જનલોકપાલ બિલને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

હાલના લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 બેઠકો પર પોતાની જીત નોંધાવી છે. આ કારણે આપ અને કોંગ્રેસ એક વાર ફરી નજીક આવી ગયા છે. બંને પાર્ટીઓના વિધાયકોએ જણાવ્યું છે કે તેઓ હાલમાં તેઓ વિધાનસભા ચૂંટણી નથી લડવા માંગતા. આપના એક નેતાએ અખબારને જણાવ્યું કે 'કોંગ્રેસને ડર છે કે તેનો વોટ શેર વધુ નીચે જઇ શકે છે. ત્યાં જ જો ફરીથી ચૂંટણી થાય છે તો આપની પાસે એટલા સંસાધન નથી કે માત્ર 7 મહીનાની અંદર ત્રીજીવાર ચૂંટણી લડે.'

આમ આદમી પાર્ટીનો એક વર્ગ દિલ્હીમાં એક વાર ફરી સરકાર ગઠન કરવા પર વિચારના પક્ષમાં છે. પાર્ટી નેતાએ જણાવ્યું કે 'કેટલાંક નેતા ઇચ્છે છે અમે ફરીથી સરકાર બનાવીએ. આ સંબંધમાં કોંગ્રેસ નેતાઓની સાથે અનૌપચારિક વાતચીત થઇ રહી છે. હવે કોંગ્રેસ અમને સમર્થન આપશે કે પછી તેમના વિધાયક દળના કેટલાંક નેતાઓ તૂટીને અમારી સાથે આવશે, એ તો આવનાર સમય જ બતાવશે.'

સમચાર પત્રએ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતાએ પણ અનૌપચારિક વાતચીતની ખરાઇ કરી છે.

કોંગ્રેસ અને આપમાં મુલાકાતોનો દૌર શરૂ

કોંગ્રેસ અને આપમાં મુલાકાતોનો દૌર શરૂ

અખબારે લખ્યુ છે કે છેલ્લા એક અઠવાડીયામાં કોંગ્રેસના વિધાયકોએ આપના એક સીનિયર નેતા સાથે મુલાકાત કરી, જેણે વિધાયકોને પોતાના પાર્ટી નેતૃત્વ પર આપ સરકારને સમર્થન આપવા માટે દબાણ બનાવવા કહ્યું છે.

મોદીના ભયથી કોંગ્રેસ-આપ નજીક આવ્યા

મોદીના ભયથી કોંગ્રેસ-આપ નજીક આવ્યા

હાલના લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 બેઠકો પર પોતાની જીત નોંધાવી છે. આ કારણે આપ અને કોંગ્રેસ એક વાર ફરી નજીક આવી ગયા છે. બંને પાર્ટીઓના વિધાયકોએ જણાવ્યું છે કે તેઓ હાલમાં તેઓ વિધાનસભા ચૂંટણી નથી લડવા માંગતા.

આપના મતે કોંગ્રેસને ડર

આપના મતે કોંગ્રેસને ડર

આપના એક નેતાએ અખબારને જણાવ્યું કે 'કોંગ્રેસને ડર છે કે તેનો વોટ શેર વધુ નીચે જઇ શકે છે. ત્યાં જ જો ફરીથી ચૂંટણી થાય છે તો આપની પાસે એટલા સંસાધન નથી કે માત્ર 7 મહીનાની અંદર ત્રીજીવાર ચૂંટણી લડે.'

બંને પાર્ટી સરકાર રચવા ઇચ્છે છે

બંને પાર્ટી સરકાર રચવા ઇચ્છે છે

આમ આદમી પાર્ટીનો એક વર્ગ દિલ્હીમાં એક વાર ફરી સરકાર ગઠન કરવા પર વિચારના પક્ષમાં છે. પાર્ટી નેતાએ જણાવ્યું કે 'કેટલાંક નેતા ઇચ્છે છે અમે ફરીથી સરકાર બનાવીએ. આ સંબંધમાં કોંગ્રેસ નેતાઓની સાથે અનૌપચારિક વાતચીત થઇ રહી છે. હવે કોંગ્રેસ અમને સમર્થન આપશે કે પછી તેમના વિધાયક દળના કેટલાંક નેતાઓ તૂટીને અમારી સાથે આવશે, એ તો આવનાર સમય જ બતાવશે.'

English summary
Narendra Modi wave effect: Congress And AAP do not want election in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X