For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપુના જન્મદિવસથી શરૂ થશે મોદીનું 'સ્વચ્છ ભારત'!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતને લોક આંદોલન બનાવવા અને તેમાં વધારે ભાગીદારી વધારવા માટે તેને આર્થિક ગતિવિધિ સાથે જોડવાની અપીલ કરી છે. વડાપ્રધાને એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં તમામ સરકારી વિભાગ પણ સક્રિય ભાગ લેશે. પંચાયત સ્તરના સરકારી કાર્યાલય સ્વચ્છતા અભિયાનમાં સામેલ થશે જે 25 સપ્ટેમ્બરથી દિવાળી સુધી એટલે કે 23 ઓક્ટોબર સુધી ચાલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વરિષ્ઠ મંત્રીઓની સાથે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત માટે બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, વેંકૈયા નાયડૂ અને નિતિન ગડકરી ઉપરાંત અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા. મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેને આર્થિક ગતિવિધિઓ સાથે જોડવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સફાઇ ખૂબ જ જરૂરી છે.

narendra modi
પહેલા પણ વડાપ્રધાન મોદી સ્વચ્છતાને પ્રવાસન અને અર્થવ્યવસ્થા સાથે જોડતા તેની પર વિશેષ ભાર આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુસાર વિશ્વ પટલ પર દેશને ટોપ 50 પ્રવાસન સ્થળોમાં સામેલ કરાવવા માટે વિશ્વ સ્તરની સ્વચ્છતા અભિયાનની જરૂરીયાત છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી પોતાના પહેલા સ્વતંત્રતા દિવસના ભાષણમાં 2019 સુધી દરેક ઘરમાં શૌચાલય બનાવવાની વાત કહી હતી. સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે ગરીબોના સન્માન માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સ્વચ્છતાનું અભિયાન એક આર્થિક ગતિવિધિ, જી.ડી.પી વધારામાં યોગદાન, સ્વાસ્થ્ય દેખભાળમાં ખર્ચમાં ઊણપ અને રોજગારનું સ્રોત હોઇ શકે છે. વડાપ્રધાન અનુસાર જો લોકો દિવાળી પર દરેક વર્ષે પોતાના ધરોની સફાઇ કરી શકતા હોય તો તેનો વિસ્તાર સ્વચ્છ ભારત અભિયાન તરીકે કેમ ના કરી શકાય. આ અભિયાનની શરૂઆત મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરથી કરવામાં આવશે. જે હેઠળ વર્ષ 2019 સુધી વડાપ્રધાનના સ્વચ્છ ભારતના નિર્માણના સંકલ્પને પૂરું કરી શકાય.

English summary
PM Modi will starts sanitation campaign from 2nd October across the India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X