For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં વધતી જ જાય છે મોદી માટે દિવાનગી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં જ છે. જ્યાં શનિવારે તેમણે યૂએનજીએમાં પોતાનું ભાષણ આપ્યું તો બીજી તરફ રવિવારે તે મેડિસન સ્ક્વેર ગાર્ડન પર પોતાના ભાષણમાં વ્યસ્ત રહ્યા.

સોમવારે તેમની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રાપ્તિ બરાક ઓબામા સાથે થશે. પરંતુ આ બધા વચ્ચે અમેરિકામાં વસવાટ કરનાર ભારતીયોની વચ્ચે નરેન્દ્ર મોદીને લઇને એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

અમેરિકાની વિશેષજ્ઞોનું માનીએ તો જે ભીડ તેમને ન્યૂયોર્કમાં તે સમયે મોદી માટે જોવા મળી રહ્યું છે, તે તો કદાચ બરાક ઓબામાએ પણ ક્યારેય અનુભવ્યું નહી હોય.

ટેટૂમાં ઝળક્યા ઓબામા અને મોદી

ટેટૂમાં ઝળક્યા ઓબામા અને મોદી

બરાક ઓબામા અને નરેન્દ્ર મોદીની સોમવારે થનારી મુલાકાત પર બધાની નજર ટકેલી છે. એવામાં જરા જુઓ કેવી રીતે ટેટૂ બનાવીને આ મુલાકાતની ઉત્સુકતા રજૂ કરવામાં આવી રહી છે.

ન્યૂયોર્કમાં મોદીના પ્રશંસક

ન્યૂયોર્કમાં મોદીના પ્રશંસક

ન્યૂયોર્કમાં તો નરેન્દ્ર મોદીના ફેન્સ કોઇપણ પ્રકારે નરેન્દ્ર મોદી માટે પોતાનો પ્રેમ દર્શાવવામાં પાછળ રહ્યાં નથી. મોટા-મોટા બેનરો અને પ્લેકાર્ડ્સના માધ્યમથી તે નરેન્દ્ર મોદી માટે પોતાની દિવાનગી વ્યક્ત કરી રહ્યાં છે.

જેકમેન પણ 'મોદી ભક્ત''

જેકમેન પણ 'મોદી ભક્ત''

હૉલીવુડ એક્ટર જેકમેન પણ નરેન્દ્ર મોદીના મોટા પ્રશંસક છે. તે પોતાની ભારત યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને જ્યારે તેમને ગરીબી દૂર કરવા માટે એક પ્રોગ્રામ આયોજિત કર્યો તો નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનું ભૂલ્યા નહી.

અમેરિકી વિશેષજ્ઞોએ કરી પ્રશંસા

અમેરિકી વિશેષજ્ઞોએ કરી પ્રશંસા

નરેન્દ્ર મોદીએ શનિવારે યૂએનમાં પોતાનું જે ભાષણ આપ્યું છે, તેને અમેરિકન વિશેષણ ખૂબ પ્રભાવિત છે. તેમના અનુસાર પહેલીવાર ભારતીય વડાપ્રધાને આટલા મુદ્દાઓને આવા ઇન્ટરનેશનલ મંચ પર ઉઠાવ્યા છે.

મોદી સાથે જોડાયેલી જાણકારીઓ લોકો વચ્ચે

ન્યૂયોર્કમાં મીડિયામાં પણ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલા દરેક નાનામાં નાની વાતને લઇને મહત્વપૂર્ણ રીતે પ્રકાશિત કરી રહ્યું છે.

જાણી ન્યૂ જર્સીની ખાસ વાતો વિશે

જાણી ન્યૂ જર્સીની ખાસ વાતો વિશે

નરેન્દ્ર મોદીએ શનિવારે યૂએનજીએ પોતાના ભાષણ બાદ ન્યૂ જર્સીના ગર્વનર ક્રિસ ક્રિસ્ટી સાથે મુલાકાત કરી ન્યૂ જર્સીની ખાસ વાતો વિશે જાણ્યું.

ન્યૂયોર્કમાં અજીબો-ગરીબ ઇમેલ

ન્યૂયોર્કમાં અજીબો-ગરીબ ઇમેલ

આ ફોટો અમે ટ્વિટર પરથી લીધો છે અને દાવો કરવામાં આવી રહ્યો હતો ન્યૂયોર્કમાં આ પ્રકારના ફોટાની સાથે ઇમેલ લોકોને મોકલવામાં આવી રહ્યાં છે. આ મેલમાં મેડિસનને મોડીસન સ્ક્વેર ગાર્ડન ગણવામાં આવી રહ્યો છે.

મોદી મોદીના લાગ્યા નારે

ન્યૂયોર્ક તો જાણે મોદીના રંગમાં રંગાઇ ગયું છે. અત્યારે દરેક જગ્યાએ બસ મોદી-મોદીના જ નારા સંભળાઇ રહ્યાં છે.

મોદીના અંદાજે જીત્યું અમેરિકાનું દિલ

ફક્ત ભારતીય જ નહી પરંતુ સેંટ્રલ પાર્ક ઇવેંટ બાદ અમેરિકાના યુવાનો પણ મોદીના પ્રભાવમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

ખાસ મુદ્દાઓ પર કરી વાત

ખાસ મુદ્દાઓ પર કરી વાત

શનિવારે નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

મોદીની બીજી મુલાકાત

મોદીની બીજી મુલાકાત

નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે સાથે પણ મુલાકાત કરી. નરેન્દ્ર મોદીએ ચીન અને શ્રીલંકા વચ્ચે દૂર થતાં અંતર પર ખાસ ચર્ચા કરી.

યૂએનના બાકી અધિકારીઓ સાથે પણ મુલાકાત

યૂએનના બાકી અધિકારીઓ સાથે પણ મુલાકાત

નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યૂએનના મહાસચિવ બાન કી મૂન ઉપરાંત બીજા અધિકારો સાથે પણ મુલાકાત કરી.

20,000 લોકોએ સાંભળ્યા મોદીને

રવિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં સંબોધન કર્યું હતું અને લગભગ 20 હજાર લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પધાર્યા હોવાનું અનુમાન છે.

English summary
From tattoo to Placard Narendra Modi is everywhere in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X