Election Express: મુસ્લિમો કોમ્યુનલ બનેઃ શાઝિયા ઇલ્મી, પાર્ટીએ હાથ ઉંચા કર્યા

Google Oneindia Gujarati News

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.

આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

મુસ્લિમો કોમ્યુનલ બનેઃ શાઝિયા ઇલ્મી, પાર્ટીએ હાથ ઉંચા કર્યા

મુસ્લિમો કોમ્યુનલ બનેઃ શાઝિયા ઇલ્મી, પાર્ટીએ હાથ ઉંચા કર્યા

આમ આદમી પાર્ટીના નેતા શાજિયા ઇલ્મીના એક વીડિયોથી બબાલ મચી ગઇ છે. વીડિયોમાં શાજિયા મુસ્લિમ નેતાઓને કહી રહ્યાં છેકે, મુસ્લિમોએ આટલું સેક્યુલર રહેવું ના જોઇએ. તેમણે કોમ્યુનલ થવું જોઇએ. તેમના આ નિવેદનની આમ આદમી પાર્ટીએ નિંદા કરી છે. પાર્ટીએ શાજિયાના નિવેદનથી હાથ ઉંચો કરી દીધો છે અને કહ્યું છેકે શાજિયા યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે.

બની પ્રસાદ વર્માનો મોદી પર શાબ્દિક પ્રહાર

બની પ્રસાદ વર્માનો મોદી પર શાબ્દિક પ્રહાર

સુલ્તાનપુરના જયસિંઘપુરમાં એક સભા દરમિયાન કોંગ્રેસના નેતા બેની પ્રસાદ વર્માએ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુંકે ભાજપના પીએમ પદના ઉમેદવારનો ઇતિહાસ બતાવે છે કે મોદી નાનપણમાં ઘરેથી ભાગી ગયા હતા, ખાવા પીવાનું ઠેકાણું નહીં હોય એટલે ચા વેચી હતી અને ઝાડુ લગાવ્યું હતું. મોદી આવારા રહ્યાં હશે તેથી જ તો તેમણે ઘર છોડી દીધું હતું.

કેજરીવાલ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે

કેજરીવાલ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે

આમ આદમી પાર્ટી સંયોજક અને વારાણસીથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલે આજે પોતાનું ઉમેદવાર પત્ર દાખલ કરશે. કેજરીવાલ 11 વાગ્યે ઉમેદવારી પત્ર ભરશે. આ માટે પાર્ટીના કાર્યકર્તાઓએ તૈયારી કરી લીધી છે. વારાણસીમાં મોદી ઉપરાંત કોંગ્રેસના બાહુબલી નેતા અજય રાય પણ ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપના નેતા ગિરિરાજ વિરુધ્ધ બિનજામીની વોરંટ જારી

ભાજપના નેતા ગિરિરાજ વિરુધ્ધ બિનજામીની વોરંટ જારી

ભાજપના નેતા ગિરિરાજ સિંહની તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ટૂંક સમયમાં જ ધરપકડ થઇ શકે છે. આ સંકેત ચૂંટણી પંચના એક અધિકારીએ મંગળવારે આપી છે. ગિરિરાજે કહ્યું હતું કે ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓને પાકિસ્તાન મોકલવામાં આવશે. તેમની સામે બિનજામીની વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે.

English summary
AAP leader Shazia Ilmi said that Muslims' votes split as they were "too secular" and they "should become communal" and vote keeping in mind "our own interest".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X