For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલમાં 'અંગત ફોટા' રાખનાર જરૂર વાંચે આ સમાચાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો તમે તમારા મોબાઇલમાં તમારા અથવા પરિવારજનોના પર્સનલ ફોટા સેવ છે તો ફોટો ફોલ્ડરની સુરક્ષા માટે કેટલાક ઉપાય જરૂરી છે. મોબાઇલ ચોરી થવાની સ્થિતીમં આ ફોટા તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. આવા જ એક કિસ્સામાં ચોરે મોબાઇલમાં સેવ પર્સનલ ફોટાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરવાની ધમકી આપી એક વકીલ પાસે પૈસાની માંગણી કરી.

આરોપીની માંગ વધતાં પરેશાન વકીલે બુધવારે ન્યૂ અશોક નગર પોલીસ મથકને સૂચના આપી. તપાસ બાદ પોલીસે કેસ દાખલ કરી કૉલ ડિટેલ અને મોબાઇલ લોકેશનના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.

પોલીસના અનુસાર વકીલ રાહુલ (નામ બદલેલ છે) ન્યૂ અશોક નગર વિસ્તારમાં રહે છે. તે દિલ્હીના અલગ-અલગ કોર્ટમાં વકીલાત કરે છે. 27 જુલાઇના રોજ રાહુલ કોર્ટથી પરત ફરી રહ્યાં હતા. રસ્તામાં કોઇએ તેમના કોટના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી લીધો. ઘરે પહોંચીને તેમને મોબાઇલ ચોરી થયો હોવા અંગે ખબર પડી.

photo

રાહુલે જ્યારે બીજા નંબર પરથી પોતાના નંબર પર સંપર્ક કર્યો તો કૉલ રિસીવ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે મોબાઇલ તેની પાસે અને તેમાં સેવ પર્સનલ ફોટા તેણે જોઇ લીધા છે. આરોપીએ ફોટાને ફેસબુક પર ટ્વિટર પર નાખવાની ધમકી આપીને રાહુલ પાસે 20 હજાર રૂપિયા માંગ્યા.

રાહુલે જણાવ્યું કે મોબાઇમાં તેના અને તેની પત્નીના કોલેજ સમયના કેટલાક ફોટા હતા, જેને સાર્વજનિક કરવામાં ન આવે. એવામાં તે આરોપીને રૂપિયા આપવાની તૈયાર કરી લીધી. તકનો ફાયદો ઉઠાવી આરોપી રકમ વધારવા લાગ્યો. આ દરમિયાન રાહુલનો મોબાઇલ સતત ઓન રાખ્યો. વાતનું સમાધાન ન દેખાતા પીડિત વકીલે પોલીસ ફરિયાદ કરી.

English summary
Must Read this News before save private photos in mobile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X