નેતાજીને સમસ્યા છે, મુલાયમ રહેવું જોઇએ ત્યાં કઠોર થઇ જાય છેઃ મોદી

Google Oneindia Gujarati News

ઇટાવા, 18 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલ ઉત્તર પ્રદેશમાં સભાઓ ગજાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ રાજ્ય ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી મોદી એ વિસ્તારમાં સૌથી વધુ બેઠકો મેળવવામાં લાગેલા છે, જે અતંર્ગત આજે તેમણે ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ચૂંટણી સભા સંબોધી હતી, જ્યાં તેમણે મુલાયમ સિંહ, અખિલેશ સિંહ, માયાવતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મુલાયમ સિંહને એક સમસ્યા છે તેમને જ્યાં મુલાયમ રહેવું જોઇએ ત્યાં તે કઠોર અને કઠોર રહેવું જોઇએ ત્યાં મુલાયમ રહે છે.

ઇટાવામાં ગુજરાતનો સિંહ ગર્જના કરી રહ્યો છે અને હજું મારું આ વિસ્તારમાં આવવાનું નક્કી થયું ત્યાં તો કેવી વેગવંતી હવા વહેવા લાગી છે. આ હવા દિલ્હીની સરકારને બચવા નહીં દે. અત્યારસુધી જે ચૂંટણીમાં મતદાન થયું છે, તેનાથી સ્પષ્ટ થાય છેકે હવે દિલ્હીની સરકાર ઇતિહાસનો વિષય બની ગઇ છે.

ભારતના ખૂણે ખૂણા ફરી રહ્યો છું, મે લોકોનો મિજાજ જોયો છે, આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અનેક રાજ્યોમાં પોતાનું ખાતું ખોલાવી નહીં શકે. આ ચૂંટણીમાં એકપણ રાજ્ય એવું નહીં હોય જ્યાં કોંગ્રેસને બે આંકડા પાર કરવાની તક મળશે. દેશની જનતાએ 60 વર્ષ સુધી બરબાદી જોઇ છે. હવે આપણી નવી પેઢી આ બરબાદી જોવા નથી માગતી. જો તમે બદલાવ ઇચ્છો છો તો પહેલા દિલ્હીની અને પછી લખનઉની સરકાર પણ બદલવી પડશે.

નેતાજીને એક સમસ્યા છે

નેતાજીને એક સમસ્યા છે

નેતાજી હવે તો હવાનો રૂખ ઓળખી લો, પરંતુ આપણા નેતાજીને એક સમસ્યા છે, જ્યાં તેમને મુલાયમ થવું જોઇએ ત્યાં તે કઠોર થઇ જાય છે, જ્યાં કઠોર થવું જોઇએ ત્યાં તે મુલાયમ થઇ જાય છે. આપણી દિકરીઓ પર બળાત્કાર કરે ત્યારે તેમની સામે કઠોર થવું જોઇએ ત્યાં નેતાજી મુલાયમ થઇ ગયા.અહી રમખાણો થયા. ઠંડીમાં રીલીફ કેમ્પમાં બાળકો મરી રહ્યાં હતા, ત્યારે નેતાજીએ મુલાયમ થવાનું હતું, કરૂણા સાથે એ બાળકોના જીવની ચિંતા કરવી જોઇએ પરંતુ તે કરી શક્યા નહીં. દેશના રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે.

સિંહની સાથે ગીરની ગાય પણ માંગવી હતી

સિંહની સાથે ગીરની ગાય પણ માંગવી હતી

હું અહીના મુખ્યમંત્રીને કહું છુંકે તમે ગુજરાત પાસેથી સિંહ માંગ્યો અમે આપ્યો પણ, પરંતુ મને સારું લાગત કે તેઓ સિંહની સાથો સાથ ગુજરાતના ગીરની ગાય પણ માંગી લેતા, કારણ કે મારો નાતો યદુવંશ સાથે નીકટનો છે. ભગવાન કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવીને વસ્યા. યદુવંશ ત્યાં ગીર ગાયનું લાલન પાલન કરતા.

સિંહ-હાથીની ચિંતા છે લોકોની ચિંતા નથી

સિંહ-હાથીની ચિંતા છે લોકોની ચિંતા નથી

મારા યદુવંશના ભાઇ ઉત્તર પ્રદેશમાં રહે છે, નેતાજીએ ગીરની ગાય માંગી હતી, યદુવંશના ભાઇ પશુપાલન કરે છે, તેમના ઘરે ગીરની ગાય પહોંચાડી હોત તો તેમની કેટલી આર્થિક ઉન્નતિ થઇ હોત, પરંતુ આ ઉત્તર પ્રદેશનું દુર્ભાગ્ય છે, કેટલાક લાયન સફારીમાં લાગ્યા છે, કેટલાક હાથીમાં લાગ્યા છે, સિંહ અને હાથીની ચિંતા કરનારા છે પરંતુ લોકોની ચિંતા કરે તેવી સરકાર નથી.

મર જવાન મર કિસાન જેવો માહોલ

મર જવાન મર કિસાન જેવો માહોલ

રોજગારી મળવી જોઇએ, ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળવું જોઇએ. આઝાદી પછી યુદ્ધમાં જેટલા જવાનો મર્યા છે, તેના કરતા વધારે ખેડૂતોને આત્મહત્યા કરવી પડી છે. ક્યાં ગયો તમારો જય જવાન જય કિસાનનો નારો. તમે એવી સ્થિતિ પેદા કરી છેકે હવે તો મર જવાન મર કિસાન જેવો માહોલ છે.

ઉત્તર પ્રદેશ અપરાધ કરનારાઓની સ્વર્ગ ભૂમિ

ઉત્તર પ્રદેશ અપરાધ કરનારાઓની સ્વર્ગ ભૂમિ

ઉત્તર પ્રદેશ અપરાધ કરનારાઓની સ્વર્ગ ભૂમિ બની ગઇ છે. બંદૂકનું લાયસન્સ લેવું એ અહીના જીવનનો એક હિસ્સો બની ગયું છે. આઝાદ ભારતમાં ગરીબ પરિવારે ભુખ્યા રહીને પણ બંદૂક ખરીદવી પડે તેનાથી ખરાબ સ્થિતિ કઇ હોઇ શકે. શું અહીના નાગરિકોને સુરક્ષા મળવી જોઇએ કે નહીં. આ સ્થિતિ આપણે બદલવી છે. તેને બદલવા માટે હું તમારી પાસે આવ્યો છું. એકવાર પ્રયોગ કરીને જુઓ, લખનઉ અને દિલ્હીને પરિવારમાંથી મુક્તિ અપાવો.

હું તમારું ભાગ્ય બદલી નાખીશ

હું તમારું ભાગ્ય બદલી નાખીશ

તમે 60 વર્ષ સુધી શાસકોને ચૂંટ્યા છે હવે એકવાર સેવકને ચૂંટીને જુઓ. આજે દેશને શાસકોની નહીં સેવકની જરૂર છે. તમે 60 વર્ષ તેમને આપ્યા છે, મને 60 મહિના આપીને જુઓ. હું તમારું ભાગ્ય બદલી નાખીશ, તમારા જીવનમાં આશા અને વિશ્વાસનો સંચાર કરીશ.

કોંગ્રેસ પાર્ટીના નેતાઓ માટે ગરીબી પ્રવાસન

કોંગ્રેસ પાર્ટીના નેતાઓ માટે ગરીબી પ્રવાસન

કોંગ્રેસ પાર્ટીના નેતાઓ માટે ગરીબી પ્રવાસન છે. જેમણે તાજ મહેલ નથી જોયો તે તાજ મહેલ જાય છે, ફોટા પડાવે છે. તેવી રીતે દિલ્હીના સહેજાદાએ ગરીબી જોઇ નથી, તેથી ગરીબ કેવો હોય, ગરીબને કેટલા પગ હોય, ક્યાં ઉંઘે છે, તે જોવા ગરીબના ઘરે જાય છે અને તસવીરો પડાવે છે. બાદમાં કહે છેકે અમે ગરીબની વાત કરીએ તો મજા આવે છે. અમે ગરીબની વાતો કરીએ છીએ ત્યારે રાત્રે ઉંઘ નથી આવતી, તેમને મજા આવે છે. તેમને ગરીબીનું ટૂરિઝમ કરવું પડે છે અમે તો ગરીબીના ઘરે પેદા થયા છીએ.

તે નામદાર છે, હું કામદાર છું

તે નામદાર છે, હું કામદાર છું

તેઓ સોનાંની ચમચી લઇને પેદા થયા છે, અમે ચા વેચતા વેચતા તમારી પાસે આવ્યા છીએ. તે નામદાર છે, હું કામદાર છું. તેથી મને ગરીબો માટે જીવવું છે, કંઇક કરવું છે. જ્યાં સુધી પછાત લોકો આગળ નહીં આવે ત્યાં સુધી દેશ મજબૂત નહીં બને. અને એટલા માટે દિલ્હીમાં મજબૂત સરકાર હોવી જોઇએ અને આ વખતે તેની જવાબદારી ઉત્તર પ્રદેશના હાથમાં છે. તમે મને કમળ આપો હું તમને મજબૂત સરકાર આપીશ.

English summary
Narendra Modi to address "Bharat Vijay" rally in Etawah Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X