15 દિવસમાં મોદીની સંપત્તિમાં થયો 14 લાખનો વધારો!

Google Oneindia Gujarati News

વારાણસી, 25 એપ્રિલ: નરેન્દ્ર મોદી પોતાની લહેરમાં એટલા ખોવાયેલા છે કે તેમની સંપત્તિમાં રાતો રાત વધારો થઇ રહ્યો છે. મોદીની હાલની સંપત્તિ માત્ર 1.65 કરોડ છે પરંતુ માત્ર 15 દિવસની અંદર તેમની સંપત્તિમાં 14.34 લાખ મહત્વપૂર્ણ વધારો થઇ ગયો છે. પરંતુ એ પણ ઉલ્લેખનીય છે કે આમ આદમીની વાત કરનારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મોદી કરતા વધારે ધનવાન છે.

મોદીએ વારાણસીમાં દાખલ કરેલા ઉમેદવારી પત્રની સાથે આપેલ સોગંધનામામાં તેમણે પોતાની અને પત્નીની કુલ મળીને 2.14 કરોડની સંપત્તિ હોવાની જાણકારી આપી છે. માત્ર બે અઠવાડીયામાં મોદીની સંપત્તિમાં વધારા પર ચર્ચામાં વધારો થતા જ ભાજપ સક્રિય થઇ ગઇ છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન પદના ઉમેદવારના બેંક ખાતામાં પાર્ટી ફંડથી 14 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. માટે તેમની સંપત્તિમાં વધારો થયો છે.

narendra modi
આ ધન જમા કરાવવા માટે સ્પષ્ટ કાનૂની પ્રક્રિયા કરવામાં આવી છે. ગુરુવારે વારાણસીમાં આપેલા સોગંધનામામાં મોદીએ પત્ની જશોદાબેનના નામનો ઉલ્લેખ તો કર્યો છે પરંતુ તેમની સંપત્તિ અંગે કોઇ જાણકારી નહીં હોવાની વાત કરી છે.

વડોદરામાં દાખલ કરેલ શપથ પત્રમાં પણ આ જ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષોથી મોદી અને તેમની પત્ની એકબીજાની સહમતીથી અલગ રહી રહ્યા હતા. જોકે પત્નીના નામના ઉલ્લેખથી ભલે કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો હોય પરંતુ ભાજપમાંથી સંતોષજનક પ્રતિક્રિયા મળી રહી છે.

English summary
Narendra Modi's assets rise by Rs 14 lakh in mere fifteen days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X