નરેન્દ્ર મોદી બોલ્યા, ‘કોંગ્રેસ ગુંગી-બહેરી સરકાર છે’

Google Oneindia Gujarati News

કર્ણાટક, 13 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિકબલાપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, હવે સમય આવી ગયો છેકે જ્યારે દિલ્હીમાં એક મજબૂત સરકારની જરૂર છે. મોદીએ મજબૂત સરકાર બનાવવા માટે જનતાને 300થી વધુ બેઠકો અપાવવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક ગુંગી અને બહેરી સરકાર છે.

narendra-modi-ls-karnataka
જનસભાને સંબોધિત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, ગત 10 વર્ષોમાં કોંગ્રેસની સરકારે દેશને ગુંગો અને બહેરો બનાવી દીધો છે. તેમણે આમ જનતાને વિશ્વાસ અપાવ્યો કે લોકસભા ચૂંટણી 2014માં અંતર્ગત કેટલાક રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત 10 વર્ષોમાં આપણી ભારત સરકાર એક કઠપૂતળીના હાથમાં હતી.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આપણી અર્થ વ્યવસ્થા, દેશની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે. કોંગ્રેસ સરકારે ક્યારેય પણ દેશ પ્રત્યે સંવેદના દર્શાવી નથી.

મોદીએ કરી દેશના જવાનોને સલામ

આ તકે મોદીએ છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફ જવાનોને સલામ કરી. તેમણે કહ્યું કે દેશના લોકતંત્રની લાજ બચાવતી વેળા જે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તે ક્યારેય બેકાર નહીં જાય. મોદીએ એ પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર દેશના જવાનોના બલિદાનને ક્યારેય સમજી શકી નથી.

English summary
While addressing a public meet in Chikballapur, Karnataka the PM candidate Narendra modi said Congress government can not fulfill the promises.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X