For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News of June 19 : નળસરોવરમાં ફ્લેમિંગોનું આગમન, જુઓ સુંદર નજારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન: ઇરાકમાં અપહરણ કરાયેલા મોટાભાગના નવજુવાન પંજાબ ના છે. સ્વાભાવિક છે કે પંજાબ સરકાર માટે આ ચિંતાનો વિષય છે. આ સમાચાર આવ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ તુરંત દિલ્હી પહોંચીને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી. આ મામલાની ગંભીરતાને સમજતા પંજાબના મુખ્યમંત્રી વિદેશ મંત્રી સાથે મુલાકાત કરવાના છે.

બાદલે જણાવ્યું કે હું એક-એક મિનિટની ખબર મેળવી રહ્યો છું. અને આજે ફરીથી સુષમા સ્વરાજ સાથે વાત કરીશ. તેમણે જણાવ્યું કે અમારા ડીસીને નિર્દેશ કરવામાં આવ્યા છે કે જે લોકોના પરિવારના સભ્યો ગૂમ છે તે સૌના ઘરે જાય. જો તેમનો કોઇ મેસેજ આવે છે તો અમને જણાવો.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગઇકાલે ઇરાકમાં જે 40 ભારતીયોના અપહરણ થવાના સમાચાર આવ્યા હતા, તેમની હજી સુધી કોઇ ભાળ મેળવી શકાઇ નથી. મોટી સંખ્યામાં ભારતીયો ઇરાકમાં ફસાયા હોવાના કારણે ભારતીય સરકાર હરકતમાં આવી છે. જોકે વિશ્વના દેશોની નજર હાલમાં ઇરાક સંકટ પર ટકેલી છે.

આજના વધુ સમાચાર જુઓ સ્લાઇડરમાં...

47 ભારતીય માછીમારોને બંધી

47 ભારતીય માછીમારોને બંધી

શ્રીલંકન નેવીએ 47 ભારતીય માછીમારોને બંધી બનાવ્યા અને 11 બોટને જપ્ત કરી લીધી છે.

મોદીના હિન્દી પ્રેમ પર કરુણાનિધિને વાંધો

મોદીના હિન્દી પ્રેમ પર કરુણાનિધિને વાંધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં આવતા જ રાષ્ટ્રભાષા હિન્દીને પોતાનું યોગ્ય સ્થાન અપાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. જોકે આની સામે ડીએમકે ચીફ એમ કરૂણાનિધિએ વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે મોદીએ વિકાસના કામો પર ફોકસ કરવાની જરૂર છે.

પ્રીતિ આજે નોંધાવશે પોતાનું નિવેદન

પ્રીતિ આજે નોંધાવશે પોતાનું નિવેદન

પ્રીતિ ઝિંટા આજે અમેરિકાથી સ્વદેશ પરત ફરી રહી છે. પ્રીતિ આજે પોલીસને પોતાનું નિવેદન આપશે. ઉપરાંત તેણે પોતાની ફ્રેંચાઇજી વેચવાનો ઇનકાર કર્યો છે.

છત્તીસગઢના રાજ્યપાલનું રાજીનામુ

છત્તીસગઢના રાજ્યપાલનું રાજીનામુ

છત્તીસગઢના રાજ્યપાલ શેખર દત્તે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. દત્તે પોતાનું રાજીનામુ ગઇકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સુપરત કરી દીધું.

આર્મી ચીફની નિમણૂંક પર સુનાવણી કરવા રાજી સુપ્રીમ કોર્ટ

આર્મી ચીફની નિમણૂંક પર સુનાવણી કરવા રાજી સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ અદાલત નવનિયુક્ત આર્મી ચીફ દલબીર સિંહ સુહાગની નિમણૂંક પર સુનાવણી કરશે.

આનંદે વિશ્વ રેપિડ ચેસમાં કાંસ્ય પદક જીત્યું

આનંદે વિશ્વ રેપિડ ચેસમાં કાંસ્ય પદક જીત્યું

ભારતીય ચેસ સ્ટાર વિશ્વનાથન આનંદએ હાલના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને માત આપી પરંતુ વિશ્વ રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં તેમને કાંસ્ય પદકથી જ સંતોષ માનવો પડ્યો. કાર્લસને હારવા છતાં સુવર્ણ પદક મેળવ્યું.

કેન્દ્રીય મંત્રી હરસ્મિત કૌર બાદલ

કેન્દ્રીય મંત્રી હરસ્મિત કૌર બાદલ

કેન્દ્રીય મંત્રી હરસ્મિત કૌર બાદલે આજે પોતાના લોકસભા મત વિસ્તાર ભટિંડાની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે ગાર્ડ ઓફ ઓનર મેળવ્યું હતું.

અમદાવાદમાં બળાત્કાર વિરુદ્ધ દેખાવ

અમદાવાદમાં બળાત્કાર વિરુદ્ધ દેખાવ

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડેન્ડ્સ ઓર્ગેનાઇજેશન અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા બળાત્કારના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા હતા.

અમદાવાદના નળસરોવરનો નજારો

અમદાવાદના નળસરોવરનો નજારો

સાંણદ ખાતે આવેલા નળસરોવરમાં ફ્લેમિંગો કેમેરામાં કેદ થયા હતા.

કોલકાતામાં ઘર્ષણ

કોલકાતામાં ઘર્ષણ

ગર્વનર હાઉસ સામે કોંગ્રેસ કાર્યકરો દ્વારા જૂતે મીલના સીઇઓની હત્યાના વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા.

અખિલેશ યાદવનો વિરોધ

અખિલેશ યાદવનો વિરોધ

લખનઉ ખાતે બીએસપીના નેતાઓએ અખિલેશ સરકારનો વિરોધ કર્યો હતો.

English summary
News of June 19 : On Iraq crisis Punjab CM set to meet Sushma Swaraj, and other news with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X