દેશમાં મોદીની કોઇ લહેર નથી, આ મીડિયાની ઉપજ છે: મનમોહન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 24 એપ્રિલ: વડાપ્રધાન મનમોહન સિંહે ગુરૂવારે એ વાતથી મનાઇ કરી દિધી કે દેશમાં મોદી લહેર છે અને કહ્યું છે કે આ મીડિયાની ઉપજ છે. દિસપુર સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં પોતાની પત્ની ગુરૂશરણ કૌરની સાથે મતદાન કર્યા બાદ મનમોહન સિંહે સંવાદદાતાઓને કહ્યું કે મારું માનવું છે કે નરેન્દ્ર મોદીની કોઇ લહેર નથી.

તેમણે કહ્યું કે આ મીડિયાની ઉપજ છે. દેશમાં મોદી લહેર ચાલી રહી છે. એક પ્રશ્નના જવાબમાં મનમોહન સિંહે કહ્યું કે મારું માનવું છે કે કોંગ્રેસનો આધાર ખસકી રહ્યો નથી. 16 મે સુધી પરિણામોની રાહ જુઓ. અમે બહુમતથી જીતીશું. તેમણે બધા નાગરિકોથી લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાને અને મતદાન કરવાની અપીલ કરી.

manmohan-pm-india

આ પહેલાં વડાપ્રધાનમંત્રી લોકપ્રિય ગોપીનાથ બારદોલોઇ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી પહોંચ્યા અને પછે વાયુસેનાના હેલિકોપ્ટરથી ખાનપાડા રવાના થઇ ગયા જ્યાં મુખ્યમંત્રી તરૂણ ગોગાઇ તથા એપીસીસી અધ્યક્ષ ભુવનેશ્વર કલીતાએ તેમનું સ્વાગત કર્યું. મનમોહન સિંહ અને તેમની પત્ની મતદાન કેન્દ્ર પર ગયા જ્યાં તેમણે મતદાન કર્યું અને દિલ્હી પરત ફરવા માટે હવાઇમથક તરફ રવાના થયા.

વડાપ્રધાનમંત્રી 1991થી જ રાજ્યસભામાં અસમનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે અને તેમનું સ્થાનિક એડ્રેસ પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયાની વિધવા હેમપ્રભા સૈકિયાના ઘરમાં ભાડે લેવામાં આવેલું એપાર્ટમેન્ટ છે જે શહેરના સારૂમોતિરિયા વિસ્તારમાં સ્થિત છે.

English summary
Prime Minister Manmohan Singh today dismissed that there was any Modi wave in the country and said it was a creation of the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X