For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુદ્ધ ન થાય તે માટે તમે શક્તિશાળી હોવા જરૂરીઃ મોદી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ઑગસ્ટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક દિપક પ્રગ્ટાવતા દેશને આઇએનએસ કોલકતા સમર્પિત કર્યું છે. આ તકે મોદીએ કહ્યું કે, કોઇપણ એવું ઇચ્છતું નથી કે યુદ્ધ થાય, પરંતુ યુદ્ધ ન થાય એ માટે તમે શક્તિશાળી હોવા જરૂરી છે. આજથી આઇએનએસ કોલકતા નૌસેનામાં સામેલ થઇ ગયું છે. ઘરેલુ ટેક્નિકથી બનાવવામાં આવેલું દેશનું આ સૌથી મોટું યુદ્ધપોત છે. મુંબઇના આ દૌરામાં મોદીની સાથે રક્ષામંત્રી અરૂણ જેટલી અને નૌસેના પ્રમુખ એડમિરલ આરકે ધવન પણ હાજર રહ્યાં હતા.

narendra-mod-ins-kolkata
આઇએનએસ કોલકતાને મઝગાંવ ડોક લિમિટેડ(એમડીએમલ) દ્વારા બનાવવામાં આવ્યું છે. 7600 ટન વજનનું કોલકતા શ્રેણીની આ સ્ટેલ્થ વિધ્વંશકની ડિઝાઇન ભારતીય નૌસેનાના ડિઝાઇન બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને બનાવવાનું કામ સપ્ટેમ્બર 2003માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પોતાની શ્રેણીનંટ પહેલું પોત છે. આ શ્રેણીના ત્રણ પોત બનાવવાની યોજના છે.

આ તકે વડાપ્રધાને કહ્યું કે, ભારતની બુદ્ધિબળનું પરિચાયક છે આઇએનએસ કોલકતા યુદ્ધપોત. આપણા સૈનિક દેશની રક્ષા કરી રહ્યાં છે. રક્ષા માટે બાહુબલની સાથોસાથ બુદ્ધિબલનું માહત્મય પણ જરૂરી છે. રક્ષા માટે ટેક્નોલોજી અને વિજ્ઞાનની ભૂમિકા મહત્વની છે. ભારત પોતાની નિર્માણ ક્ષમતાનો પરિચય વિશ્વને કરાવી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, યુદ્ધ લડવું અને જીતવું એક રીતે કપરું નથી, પરંતુ યુદ્ધ ન થાય તે જરૂરી છે અને તેના માટે તમે શક્તિશાળી હોવા જરૂરી છે. જો તમે શક્તિશાળી હશો તો કોઇ તમારી સાથે યુદ્ધ નહીં કરે. આઇએનએસ કોલકતા સમુદ્રમાં તરતું કોમ્યુનિકેશનનું અત્યાધુનિક માધ્યમ છે. નોસેનાનો પ્રારંભ આ તટ પર થયો હતો અને શિવાજીએ નૌસેનાની કલ્પના કરી હતી. ભારત જે સુરક્ષા ઉપકરણોની આયાત કરે છે તેને આવનારા સમયમાં નિર્યાત પણ કરી શકાશે.

English summary
PM Narendra Modi inducts warship INS Kolkata into Indian Navy Strength of the military act as a deterrent to war, Modi says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X