For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુડગાંવમાં 'સેક્સ એન્ડ સ્મોક' પાર્ટીમાં પકડાયા શાળાના બાળકો!

|
Google Oneindia Gujarati News

hukka bar
ગુડગાંવ, 15 જુલાઇ : ગુડગાંવના એક હુક્કાબારમાં રવિવારે સાંજે પોલીસે રેડ પાડી 100થી વધારે સગીર યુવક-યુવતીઓની ધરપકડ કરી છે. આ તમામ ટીનેજર્સ પાર્ટીમાં દારુ અને હુક્કાની મજા માણી રહ્યા હતા. પોલીસે બાર સંચાલકની પણ ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ યુવક-યુવતીઓની ઉંમર 13 થી 17 વર્ષ છે. આ તમામ બારમાં નશો કરી રહ્યા હતા.

પોલીસને દિવસમાં સૂચના મળી હતી હતી કે બજ્જ ઇન બારમાં સેક્સ એન્ડ સ્મોક પાર્ટીનું આયોજન થવાનું છે. આ પાર્ટી એક વિદ્યાર્થીએ પોતાના જન્મ દિવસ પર આયોજીત કરી હતી અને ફેસબુક થકી બધાને આમંત્રણ પણ આપ્યું હતું. પાર્ટીમાં લગભગ 100 જેટલા સગીર યુવક-યુવતીઓની ઉપસ્થીતી હતી. દરેકને તંબાકુ, દારુ અને કબાબ પીરસવામાં આવી રહ્યું હતું.

સૂચના મળ્યા બાદ પોલીસની એક જોઇન્ટ ટીમ દરોડા પાડવા માટે સજ્જ કરવામાં આવી. ત્યારબાદ આખા મોલની નાકાબંધી કરીને પોલીસે બારમાં રેડ પાડી. આ રેડમાં પોલીસે સો જેટલા ટીનેજર્સની ધરપકડ કરી હતી.

English summary
police arrested hundreds of teenagers from bar in Gurgaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X