For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસી નહી લખનઉથી પસંદ કરવામાં આવશે દેશના 'વડાપ્રધાન'!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 18 એપ્રિલ: ઉત્તર પ્રદેશના વારાણસીની સાથે લખનઉમાં પણ આ વાતની ચર્ચા તેજ થઇ ગઇ છે કે મતદારો ફક્ત સાંસદ નહી, વડાપ્રધાન ચૂંટશે. લખનઉમાં આ વાતની ચર્ચાને હવા આપી છે કે શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવ્વાદે.

અહીં વાત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની થઇ રહી છે. મૌલાના કલ્બે જવ્વાદ રાજનાથને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં જોવા મળે છે. રાજનાથ સિંહ જ્યારે થોડા દિવસો પહેલાં મૌલાના કલ્બે જવ્વાદને મળ્યા તો મૌલાના કલ્બે જવ્વાદે જે નિવેદન આપ્યું તેને પણ રાજકીય સમાચારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

મૌલાના કલ્બે જવ્વાદે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને નરેન્દ્ર મોદીથી ડર લાગે છે પરંતુ રાજનાથ સિંહ બિલકુલ અટલ બિહારી વાજપાઇ જેવા છે. લખનઉના લોકોએ ભાજપના કદાવર નેતા અટલ બિહારી વાજપાઇને પાંચ વાર ચૂંટ્યા, તે ત્રણ વખત વડાપ્રધાન બન્યા. લખનઉથી ચૂંટણી લડીને તેજ વાજપાઇની વિરાસત પર ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે દાવો ઠોક્યો છે.

સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની વાત પર ગૌર કરીએ તો અંતિમ સમયમાં કંઇપણ થઇ શકે છે, ભાજપ સર્વસંમતિ બનાવવા માટે નરેન્દ્ર મોદીના બદલે રાજનાથને પણ આગળ લાવી શકે છે.

આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારની સંભાવનાનો વિશે વાતો થઇ રહી હોય. થોડા દિવસો પહેલાં પણ રાજનાથ સિંહના એક ઇન્ટરવ્યું બાદ એવી વાતો ઉઠી હતી પરંતુ ત્યારે રાજનાથ સિંહે આ બધી સંભાવનાઓથી સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. હવે એ જોવાનું રસપ્રદ હશે કે આ વખતે તે અને પાર્ટીના બાકી નેતા કયા પ્રકારે પ્રતિક્રિયા આપે છે.

ભાજપના કેટલાક નેતા મોદીના દુશ્મન

ભાજપના કેટલાક નેતા મોદીના દુશ્મન

મુલાયમે એક જનસભામાં કહ્યું હતું કે ભાજપના નેતા જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહી બનવા દે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો ઇશારો પણ કંઇક એવો જ છે. તેમણે એક ચેનલ પર કહ્યું કે 'દેશમાં મોદીની નહી, ભાજપની લહેર છે.

ચર્ચાને મળ્યો નવો રંગ

ચર્ચાને મળ્યો નવો રંગ

આ દરમિયાન રાજનાથ સિંહની મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે મુલાકાત થઇ. આ મુલાકાત શિયા ધર્મગુરૂ તથા ઇમામ-એ-જુમા મૌલાના કલ્બે જવ્વદ નકવી અને સુન્ની ધર્મગુરૂ તથા એશબાગ ઇદગાહના ઇમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલી સાથે તેમના ઘરે જઇને મુલાકાત કરી. ભાજપના અધ્યક્ષે તેમણે ઘોષણાપત્રમાં મુસ્લિમોના કલ્યાણ માટે કરવામાં વાયદાઓની જાણકારી આપી.

મોદીથી ડરે છે મુસલમાન

મોદીથી ડરે છે મુસલમાન

લખનઉના ભજાપના હાલના સાંસદ લાલજી ટંડન અને મહાપૌર ડૉ. દિનેશ શર્મા પણ તેમની સાથે હાજર હતા. આ મુલાકાત બાદ શિયા મુસ્લિમ ધર્મગુરૂ કલ્બે જવ્વદે કહ્યું કે લખનઉના મુસલમાન રાજનાથ સિંહને અટલ બિહાર વાજપાઇની માફક પ્રેમ આપવા માંગે છે, પરંતુ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી ડરે છે.

રાજનાથ સિંહ પર થશે અસર

રાજનાથ સિંહ પર થશે અસર

તેમણે કહ્યું કે ગુજરાતમાં થયેલી ભયાનકતાથી આજે પણ મુસલમાનો ગભરાય છે અને તેની અસર રાજનાથ સિંહ પર પડી શકે છે, કારણ કે મુસલમાન નરેન્દ્ર મોદીના નામ પર કોઇ ભાજપાને વોટ આપી ન શકે.

રાજનાથ સાફ સુથરી છબિવાળા

રાજનાથ સાફ સુથરી છબિવાળા

મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું હતું કે રાજનાથ છબિ સાફ-સુથરી છે, એટલા માટે મુસલમાન તેમની સાથે જોડાઇ શકે છે, પરંતુ નરેન્દ્ર મોદીના લીધે તેમને નુકસાન થશે. મૌલાના કલ્બે જવ્વાદનો કહેવાનો આશય એ છે કે નરેન્દ્ર મોદીના બદલે રાજનાથ સિંહ વડાપ્રધાન પદના ઉમેદવાર હોત તો તે મુસ્લિમ વોટ મેળવી શકતા.

મુલાકાતનું કોઇ રાજકીય બાબત નથી

મુલાકાતનું કોઇ રાજકીય બાબત નથી

મૌલાના કલ્બે જવ્વાદે રાજનાથ સિંહ સાથેની મુલાકાત પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે આ મુલાકાત કોઇ રાજકીય બાબત નથી. આ પહેલાં પણ રાજનાથ સિંહ સાથે તેમની મુલાકાત થતી રહી છે. તેમણે કહ્યું કે 'જ્યારે તે પ્રદેશના મુખ્યમંત્રી રહ્યાં ત્યારે અમને મળતા રહેતા હતા, ઇદ પર શુભેચ્છા પાઠવવા આવતા હતા. આ પ્રકારે જોઇએ તો અમારા પહેલાંથી જ સંબંધ સારા રહ્યાં છે. આ મુલાકાત રાજકિય ન હતી, વ્યક્તિગત હતી.

રાજનાથની નજર પીએમની ખુરશી પર

રાજનાથની નજર પીએમની ખુરશી પર

કોંગ્રેસના પ્રવક્તા અમરનાથ અગ્રવાલનું કહેવું છે કે ભાજપમાં નાનામાં નાના બાળકને ખબર છે કે રાજનાથ સિંહ વડાપ્રધાન પદ પર નજર માંડીને બેઠા છે. ચૂંટણી બાદ મોદીનો રસ્તો રોકવાની ભૂમિકા તૈયાર થઇ રહી છે. ભાજપના કાર્યકર્તા મતદારો વચ્ચે આ મુદદ્દાને રાખી રહ્યાં છે.

સ્થિતિઓ હશે નિર્ણાયક

સ્થિતિઓ હશે નિર્ણાયક

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાજકારણ સંભાવનાની રમત છે. રાજનાથ સિંહને જે પ્રકારે નિતિન ગડકરીની કંપનીઓ પર પડેલી રેડ બાદ બીજીવાર પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તે પ્રકારે ચૂંટણી બાદ પરિસ્થિતિઓ અનુકૂળ રહી તો રાજનાથ સિંહ વડાપ્રધાન બની શકે છે.

English summary
Recently meeting between Rajnath Singh and Muslim cleric Kalbe Jawad hinted a new equation and chances are that instead of Narednra Modi, BJP President Rajnath Singh can become the PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X