For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મૌન' નથી મનમોહન સિંહ, વાંચો પૂર્વ પીએમના 10 રહસ્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહને યૂપીએના દસ વર્ષોના કાર્યકાળ દરમિયાન ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેમની હંમેશા શાંત રહેવાવાળી છબિ ક્યાંક ને ક્યાંક એક નબળા વડાપ્રધાનમંત્રી તરીકેની છાપ ઉભી કરે છે. દેશના વડાપ્રધાન હોવાછતાં મનમોહન સિંહની નિર્ણય લેવાની ક્ષમતા અને ઓછું બોલવાના લીધે તેમનું નામ ''મૌનમોહન સિંહ'' પણ રાખવામાં આવ્યું.

પરંતુ મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક 'સ્ટ્રિકલી પર્સનલ: મનમોહન એન્ડ ગુરૂશરણ'માં મનમોહન સિંહના ઘણા રાજથી લોકોને વાકેફ કરાવ્યા છે અને ક્યાંક ને ક્યાં તેમની નબળી છબિને તોડવાનો પ્રયત્ન કર્યો છે.

તો આગળ વધારો સ્લાઇડર અને વાંચો મનમોહન સિંહના 10 રહસ્ય, જે તેમની પુત્રીએ પોતાના પુસ્તકમાં શેર કર્યા છે.

 ડૉક્ટરીના અભ્યાસમાં ન લાગ્યું મન

ડૉક્ટરીના અભ્યાસમાં ન લાગ્યું મન

મનમોહન સિંહના પિતા ઇચ્છતા હતા કે પુત્ર ડૉક્ટર બને. જો કે મનમોહન સિંહે એપ્રિલ, 1948માં અમૃતસરના ખાલસા કોલેજમાં પ્રી-મેડિકલ કોર્સમાં એડમિશન પણ લીધું પરંતુ થોડા મહિનાઓ બાદ અભ્યાસમાં રસ ન પડવાના લીધે તેમણે મેડિકલનો અભ્યાસ છોડી દિધો.

 1948માં હિન્દુ કોલેજમાં આવ્યો

1948માં હિન્દુ કોલેજમાં આવ્યો

અભ્યાસ છોડ્યા બાદ મનમોહન સિંહ પોતાના પિતાની દુકાન પર મદદ કરવા લાગ્યા પરંતુ અહીંયા પણ તેમનું મન ન લાગ્યું. એવામાં મનમોહન સિંહે નક્કી કરી લીધું કે તે ફરીથી કોલેજમાં ભણવા જશે. ત્યારબાદ તેમણે સપ્ટેમ્બર 1948માં હિન્દુ કોલેજમાં એડમિશન લીધું.

 અનપેક્ષિત હતું નાણામંત્રી બનવું

અનપેક્ષિત હતું નાણામંત્રી બનવું

1991માં જ્યારે દેશના નાણામંત્રી બનાવવાની જાણકારી આપવામાં આવી તે સમયે તે ઉંઘતા હતા. પીટીઆઇના અનુસાર મનમોહન સિંહ માટે આ નિર્ણય તેમના માટે અનપેક્ષિત હતો. જ્યારે વડાપ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પીસી એલેક્સઝેંડરનો ફોન આવ્યો તે સમયે મનમોહન સિંહ ઉંઘતા હતા.

 ઘરેલૂ કામ કરતા નથી

ઘરેલૂ કામ કરતા નથી

મનમોહન સિંહ કોઇ ઘરેલૂ કામ કરી શકતા નથી. તે ના તો ઇંડા બાફી શકે છે અને ના તો ટીવી ચાલૂ કરી શકે છે.

 ઇન્દિરા ગાંધી પાસે આ પગલાંની આશા ન હતી

ઇન્દિરા ગાંધી પાસે આ પગલાંની આશા ન હતી

1975ના ઇમરજન્સીનો ઉલ્લેખક અરતાં દમને પુસ્તકમાં લખ્યું છે કે તેનાથી મનમોહન સિંહ પણ આશ્વર્યચકિત રહી ગયા હતા. તેમના અનુસાર દેશમાં અશાંતિનો માહોલ હતો પરંતુ કોઇને પણ ઇન્દિરા ગાંધી પાસે આ પ્રકારના પગલાંની અપેક્ષા ન હતી.

 ગરીબ અને ગરીબી વિષયમાં હતો રસ

ગરીબ અને ગરીબી વિષયમાં હતો રસ

મનમોહન સિંહે પછી અર્થશાસ્ત્રને પોતાનો વિષય બનાવ્યો. તેમના અનુસાર તેમને ગરીબ અને ગરીબી બંને વિષયોમાં રસ હતો, તે જાણતા હતા કે કોઇ દેશ ગરીબ કેમ છે અને કોઇ દેશ અમીર કેમ થઇ જાય છે? આ જિજ્ઞાસાએ અર્થશાસ્ત્રમાં તેમનો રસ જગાવ્યો.

 આર્થિક તંગી સાથે ઝઝૂમવું પડ્યું હતું

આર્થિક તંગી સાથે ઝઝૂમવું પડ્યું હતું

તે અભ્યાસ માટે કેબ્રિજ યૂનિવર્સિટીમાં ગયા હતા. પરંતુ ત્યાં આર્થિક તંગીના લીધે તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. દર વર્ષે તેમનો રહેવાનો અને અભ્યાસનો ખર્ચ 600 પાઉન્ડ હતો, પરંતુ તેમને સ્કોલરશિપમાં 160 રૂપિયા મળતા હતા.

આર્થિક તંગીના લીધે માંગ્યા હતા ઉધાર

આર્થિક તંગીના લીધે માંગ્યા હતા ઉધાર

કેબ્રિજ યૂનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મનમોહન સિંહે પોતાના એક મિત્ર પાસે બે વર્ષ સુધી 25 પાઉન્ડ વાર્ષિક લોન માંગી હતી, પરંતુ મિત્રએ ફક્ત 3 પાઉન્ડ જ મોકલ્યા હતા.

 મૌન નથી મનમોહન સિંહ

મૌન નથી મનમોહન સિંહ

મનમોહન સિંહની ઓળખ ભલે મૌનમોહનની બની હોય, પરંતુ તેમના મિત્રો વચ્ચે તેમને મજાક કરવાની આદત પણ રહી છે. એટલું જ નહી, તેમને લોકોને નિકનેમ આપવામાં મજા આવે છે. ત્યાં સુધી કે પોતાની પત્ની ગુરૂશરણ કૌરનું નિકનેમ તેમને ગુરૂદેવ રાખ્યું છે.

 વિભાજનમાં વિખરાઇ ગયું હતું ઘર

વિભાજનમાં વિખરાઇ ગયું હતું ઘર

મનમોહન સિંહના જન્મના થોડા વર્ષ બાદ જ તેમની માતાનું દેહાંત થઇ ગયું હતું. હજુ તેમનો પરિવાર સંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે વિભાજને તેમના ઘરને વસતાં પહેલાં વિખેરી નાખ્યું. સાથે જ વિભાજનની દોડધામમાં તેમના પિતા પણ પરિવારથી છુટા પડી ગયા હતા.

English summary
Former Prime Minister Manmohan Singh's daughter has written a book on her father disclosing many facts about Manmohan Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X