1984માં શીખોની હત્યાથી ખુશ થયા હતા રાજીવ ગાંધી: ઉમા ભારતી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 એપ્રિલ: ભાજપની ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ એકવાર ફરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાના પર લીધા છે.

દિલ્હીમાં 1984ના રમખાણો પર સામે આવેલા એક સ્ટિંગ પર ઉમા ભારતીએ જણાવ્યું કે આ રમખાણો માટે કોઇ સ્ટિંગની જરૂરીયાત નથી. ઉમાએ જણાવ્યું કે 80 હજાર શીખોની હત્યા બાદ રાજીવ ગાંધી ખુશ થયા હતા અને તેને યોગ્ય ગણાવ્યું હતું. ઉમાએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધીની કોઇ રાજનૈતિક હેસિયત નથી.

uma bharti
ઉમાએ એક વાર ફરી રોબર્ટ વાઢેરા પર પણ પ્રહાર કર્યો. ઉમાએ જણાવ્યું કે રોબર્ટ વાઢેરાની વિરુધ્ધ તપાસ ચાલી રહી છે, તેમના પરિણામની તેમણે રાહ જોવી જોઇએ. જો ગુનો કર્યો છે તો પ્રિયંકા ગાંધીના પતિ હોય કે લીલાવતી-કલાવતીનો પતિ હોય તેને જેલ જવું જ પડશે.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. કોબરાપોસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સ્ટિંગ ઓપરેશન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો કે કેવી રીતે પોલીસે કોંગ્રેસ સરકારની સામે પોતાને સાચા સાબિત કરવા માટે હુલ્લડખોરોની વિરુધ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને ખાસ વાત એ છે કે આંશિક રીતે પોલીસ ફોર્સ પણ કમ્યુનલ થઇ ગઇ હતી.

English summary
Robert Vadra to go to jail, if NDA comes to power, says Uma Bharti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X