For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10મું પાસ સોનિયાના જમાઇ રોબર્ટ વાઢેરા પાસે 326 કરોડની સંપત્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 એપ્રિલ: કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાઢેરાના લીધે કોંગ્રેસ સતત મુશ્કેલીઓમાં ઘેરાતી જાય છે. અરવિંદ કેજરીવાલના તમામ ખુલાસાઓ બાદ હવે એક અમેરિકન સમાચાર પત્ર ધ વૉલ સ્ટ્રીટ જર્નલે રોબર્ટ વાઢેરાની સંપત્તિ વિશે નવો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર 2012માં રોબર્ટ વાઢેરા પાસે લગભગ 252 કરોડની જમીન સંપત્તિ હતી. તે વર્ષે રોબર્ટ વાઢેરાએ 72 કરોડની જમીન વેચી હતી. એટલે કે 2012માં રોબર્ટ વાઢેરા પાસે લગભગ 324 કરોડની જમીન સંપત્તિ હતી. સમાચાર પત્રએ કંપનીના ઓડિટ રિપોર્ટ, લેંડ રેકોર્ડ અને પ્રોપટી જાણકારોના હવાલેથી રોબર્ટ વાઢેરાની સંપત્તિનું સંપૂર્ણ વિવરણ રજૂ કર્યું છે.

ધ વૉલ સ્ટ્રીટના અનુસાર, રોબર્ટ વાઢેરાએ 2009માં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું જ્યારે કિંમત 3 વર્ષમાં વધીને 300 કરોડથી વધુ થઇ ગઇ. 2004માં યુપીએની સરકાર સત્તામાં આવી તે સમયે રોબર્ટ વાઢેરા દાગીનાના વેપાર સાથે સંકળાયેલા હતા. 2007માં લગભગ 90 હજારના ખર્ચે 'સ્કાઇ લાઇટ' નામની એક કંપની બનાવી હતી.

2008માં રોબર્ટ વાઢેરાએ સાડા ત્રણ એકર જમીન ગુડગાંવમાં 13 લાખ ડોલર (લગભગ 6 કરોડ 65 લાખ રૂપિયા)માં ખરીદી. બે મહિના બાદ હરિયાણાની કોંગ્રેસ સરકાર પાસેથી કૃષિ જમીનને વ્યવસાયિક ભૂમીમાં ફેરવવાની પરમીશન માંગી જે 18 દિવસોમાં મળી ગઇ. જેથી જમીનની કિંમત ખૂબ વધી ગઇ. ત્યારબાદ આગામી ચાર વર્ષ સુધી ડીએલએફે રોબર્ટ વાઢેરાની કંપનીમાં પૈસા લગાવ્યા.

કંપનીની બેલેન્સશીટમાં તેને એડવાન્સ કહેવામાં આવ્યું છે. 2012માં ડીએલએફમાં 97 લાખ ડોલરમાં ગુડગાંવની પ્રોપર્ટી ખરીદી. 2008માં જે જમીન રોબર્ટ વાઢેરાએ ખરીદી તેની સાત ગણી કિંમત ડીએલએફે રોબર્ટ વાઢેરાને આપી. હરિયાણા આઇએએસ અધિકારી અશોક ખેમકાએ તેને લઇને સવાલ ઉઠાવ્યો હતો કે રોબર્ટ વાઢેરાએ તેમના ખિસ્સામાં પૈસા કાઢ્યા નથી. એટલા માટે અશોક ખેમકાએ આ જમીનનો સોદો રદ કરી દિધો.

10મું પાસ રોબર્ટ વાઢેરા

10મું પાસ રોબર્ટ વાઢેરા

રોબર્ટ વાઢેરાએ એક બ્રિટિશ સ્કુલમાંથી ફક્ત 10 સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રિયંકા ગાંધી માફક તેમની માતા પણ સ્પેનની એટલે કે સ્પેનિશ મૂળની હતી.

કોઇ સિક્યોરિટી ચેક નહી

કોઇ સિક્યોરિટી ચેક નહી

રોબર્ટ વાઢેરા દેશના પહેલા એવા વ્યક્તિ છે જેમની પાસે કોઇપણ સંવૈધાનિક તાકત નથી પરંતુ તેમછતાં દેશના બધા એરપોર્ટ અને મુખ્ય સ્થળો પાર તેમની સિક્યોરિટી તપાસ માટે સખત મનાઇ છે. સૂત્રોનું માનીએ તો સોનિયા ગાંધીના પ્રભાવથી રોબર્ટ વાઢેરાને આ પ્રકારની છૂટ આપવામાં આવી છે.

વીવીઆઇપી સ્ટેટસ

વીવીઆઇપી સ્ટેટસ

આજે રોબર્ટ વાઢેરા પાસે ન ફક્ત એસપેજીની સુરક્ષા છે પરંતુ તે કોઇપણ એરપોર્ટ પર કોઇપણ પ્રકારની સુરક્ષા તપાસ વિના નિકળી શકે છે. તેમને ભારત સરકાર તરફથી 26 સપ્ટેમ્બર 2005માં વીવીઆઇપી સ્ટેટસ આપવાનું આવ્યું છે. નિયમોના અનુસાર દેશમાં ફક્ત રાજકીય પાર્ટીઓના અધ્યક્ષો, વડાપ્રધાન મંત્રીઓ, રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને પૂર્વ વડાપ્રધાનોને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે.

ચિદંબરમનો જવાબ

ચિદંબરમનો જવાબ

એક આરટીઆઇ તેમને મળી એસપીજી સુરક્ષાના પ્રશ્નના જવાબમાં નાણા મંત્રી પી ચિદંબરમ તરફથી કહેવામાં આવ્યું તે આ પ્રકારે હતું, 'શ્રી રોબર્ટ વાઢેરાને એસપીજી સુરક્ષા આપવામાં આવી છે અને એટલા માટે એરપોર્ટ પર તેમને સુરક્ષા તપાસમાંથી છૂટ આપવામાં આવી છે. તે એક સ્પેશિયલ કેસ છે કારણ કે તેમના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થયા છે જેને એસપીજી સુરક્ષા પ્રાપ્ત છે.'

પત્નીની પાસે નથી વીપીઆઇ દરજ્જો

પત્નીની પાસે નથી વીપીઆઇ દરજ્જો

સૌ જાણે છે કે રોબર્ટ વાઢેરાની પત્ની પ્રિયંકા ગાંધીને વીઆઇપી દરજ્જો આપવામાં આવ્યો નથી. એવામાં રોબર્ટ વાઢેરાને મળેલા વીવીઆઇપી દરજ્જાને લઇને કેટલાક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વર્ષ 1997માં બન્યા દેશના જમાઇ

વર્ષ 1997માં બન્યા દેશના જમાઇ

પ્રિયંકા ગાંધી ઉંમર ફક્ત 13 વર્ષની હતી જ્યારે રોબર્ટ વાઢેરા અને તેમની મુલાકાત થઇ. વર્ષ 1997માં બંનેના લગ્ન થઇ ગયા અને રોબર્ટ વાઢેરા દેશના સૌથી પ્રભાવશાળી પરિવારનો ભાગ બની ગયા.

પરિવારે છોડ્યો સાથ

પરિવારે છોડ્યો સાથ

રોબર્ટ વાઢેરા મુરાદાબાદના વ્યવસાયી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના ઘરમાં તેમના પિતા રાજેન્દ્ર વાઢેરા, માતા મૌરીન વાઢેરા, ભાઇ રિચર્ડ વાઢેરા, અને બહેન મિશલ વાઢેરા હતી. રોબર્ટ વાઢેરાના લગ્નથી તેમના પિતા ખૂબ નારાજ હતા. પિતાની નારાજગી બાદ રોબર્ટ વાઢેરા ઘર છોડીને જતા રહ્યા અને અલગ રહેવા લાગ્યા.

પિતા પર લગાવ્યો આરોપ

પિતા પર લગાવ્યો આરોપ

રોબર્ટ વાઢેરાએ વર્ષ 2001માં એક પબ્લિક નોટીસ જાહેર કરી કહ્યું કે તેમના પિતા રાજેન્દ્ર અને રિચર્ડ વાઢેરા કોંગ્રેસ કમિટીના નામ પર વધુ લોકોને નોકરી અપાવવાના નામ પર લોકો પાસે પૈસા ભેગા કરી રહી છે. ત્યારબાદ રોબર્ટ વાઢેરાના પિતાએ રોબર્ટ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

ખતમ થઇ ગયો રોબર્ટ વાઢેરાનો પરિવાર

ખતમ થઇ ગયો રોબર્ટ વાઢેરાનો પરિવાર

રોબર્ટ વાઢેરાના પિતા રાજેન્દ્રની લાશ વર્ષ 2009માં ના દિલ્હીના યૂસૂફ સરાય ગેસ્ટ હાઉસમાંથી મળી આવી. આ પહેલાં તેમના ભાઇ રિચર્ડે વર્ષ 2003માં આત્મહત્યા કરી લીધી હતી અને તેમની બહેન મિશેલ પણ વર્ષ 2001માં એક અકસ્માતમાં મોતને ભેટી હતી.

કોડીઓના ભાવે મળી જમીન

કોડીઓના ભાવે મળી જમીન

રોબર્ટ વાઢેરા અને ડીએલએફ કંપની વચ્ચે ખાસ સંબંધ હોવાની વાત થતી રહે છે. કહેવામાં આવે છે કે કંપનીએ રોબર્ટ વાઢેરાને હરિયાણા અને રાજસ્થાનમાં હજારો એકર જમીન કોડીઓના ભાવે વેચી દિધી. આજેપણ તેની તપાસ કરવામાં આવી નથી અને જ્યારે આઇએએસ અશોક ખેમકાએ તેની તપાસ કરવાનું વિચાર્યું તો તેમને સસ્પેંડ કરી દેવામાં આવ્યા.

વોલ સ્ટ્રીટ જનરલનો ખુલાસો

વોલ સ્ટ્રીટ જનરલનો ખુલાસો

વોલ સ્ટ્રીટ જનરલમાં શુક્રવારે ખુલાસો કરવામાં આવ્યો કે રોબર્ટ વાઢેરા પોતાની જમીનના સોદા કરતા આવ્યા અને વર્ષ 2012માં તે 324 કરોડની સંપત્તિના માલિક બની ગયા.

English summary
congress, , , , uttar pradesh, elections 2014, , કોંગ્રેસ, , , , ઉત્તર પ્રદેશ,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X