For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્મનાભસ્વામી મંદિરના સોના પર થઇ રહી છે ચાલાકીપૂર્વક 'હાથસફાઇ'

|
Google Oneindia Gujarati News

થિરુવનંતપુરમ, 19 એપ્રિલ : કેરળના થિરુવનંતપુરમમાં આવેલું અને અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું સોનુ ધરાવતું શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પણ ચર્ચાનું કારણ મંદિરનું સોનુ જ છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટે અમિકસ ક્યુરી (ન્યાયમિત્ર)ની નિયુક્તિ કરી હતી અને ભારતના પૂર્વ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણિયનને રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આ રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે તે દરેક શ્રદ્ધાળુ માટે આધાતજનક છે.

ગોપાલ સુબ્રમણિયનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મંદિરની અંદર ગોલ્ડ પ્લેટિંગ મશીન મળી આવ્યા છે. આ મશીન એવી શંકાને પ્રબળ બનાવે છે કે 'મંદિરના ખૂબ જ વર્ચસ્વશાળી વ્યક્તિ દ્વારા મંદિરના સોનાની પદ્ધતિસરની અને ચાલાકીપૂર્વક ચોરી કરવામાં આવી રહી છે.'

સૌથી વધુ અચરજની વાત એ છે કે આ મંદિરની સુરક્ષા પાછળ સરકાર દર મહિને રૂપિયા એક કરોડનો ખર્ચ કરે છે. આમ છતાં મંદિરમાં ભગવાનના અસલી ઘરેણા ચોરી, નકલી ઘરેણા પર ગોલ્ડ પ્લેટિંગ કરીને ભગવાનને પહેરાવવામાં આવી રહ્યા છે.

આગળ વાંચો રિપોર્ટમાં બીજા કયા પ્રશ્નો ઉભા કરાયા છે...

મંદિરમાં ગોલ્ડ પ્લેટિંગ મશીનની શું જરૂર?

મંદિરમાં ગોલ્ડ પ્લેટિંગ મશીનની શું જરૂર?


આ અંગે 35 દિવસની તપાસ બાદ એમાઇક્સ ક્યૂરી ગોપાલ સ્વામીએ તૈયાર કરેલા અહેવાલમાં કેટલીક ચોંકવનારી વાતો રજૂ કરી છે. ગોપાલ સુબ્રમણિયનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મંદિરની અંદર ગોલ્ડ પ્લેટિંગ મશીન મળી આવ્યા છે. આ મશીન એવી શંકાને પ્રબળ બનાવે છે કે 'મંદિરના ખૂબ જ વર્ચસ્વશાળી વ્યક્તિ દ્વારા મંદિરના સોનાની પદ્ધતિસરની અને ચાલાકીપૂર્વક ચોરી કરવામાં આવી રહી છે.'

અહેવાલના સૂચન

અહેવાલના સૂચન


અહેવાલમાં સૂચન કરવામાં આવ્યું છે કે મંદિરના વહીવટદારોમાં ઊંચા હોદ્દા પરની વ્યક્તિએ આ બાબતે તત્કાળ પગલાં લેવા જોઇએ. આ ઉપરાંત ત્રાવણકોરનું શાહી કુટુંબ મંદિરમાં જે રીતનો વહીવટ ચલાવી રહ્યું છે તેને જોતા પણ અનેક શંકાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

હત્યાનો સિલસિલો કેમ?

હત્યાનો સિલસિલો કેમ?


રિપોર્ટમાં મંદિરના કુવા પાસે એક ઓટો ડ્રાઇવરનો મૃતદેહ મળવો અને અન્ય એક વ્યક્તિ પર એસિડથી હુમલા થવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે અને આ ઘટનાને શંકાસ્પદ રીતે જોવામાં આવી છે.

ફરજમાં ચૂક

ફરજમાં ચૂક


રિપોર્ટમાં જણાવાયું છે કે જાહેર મંદિરમાં કર્તવ્યપાલન અને નૈતિક ફરજમાં મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકો માટેના જાહેર મંદિરમાં વ્યક્તિગત હક હોય તેમ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ મંદિરના ઓડિટર્સ પણ સૈદ્ધાંતિક અને નૈતિક ફરજ પાલન ભૂલ્યાં છે.

હિસોબોનું નવેસરથી ઓડિટ

હિસોબોનું નવેસરથી ઓડિટ


રિપોર્ટમાં સૂચન કરાયું છે કે મંદિરના હિસાબોના નવેસરથી ઓડિટ કરવા માટે સ્વતંત્ર ટીમની નિયુક્તિ કરવામાં આવે જેમાં પૂર્વ કેગ વિનોદ રાય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તપાસ કરશે.

એક લાખ કરોડની સંપત્તિ

એક લાખ કરોડની સંપત્તિ


ત્રણ વર્ષ પર્વે પણ આ મંદિરના છ ખજાનાઓમાંથી પાંચ ખજાનાઓ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી મળેલી સંપત્તિની કિંમત એક લાખ કરોડ આંકવામાં આવી હતી.

સુરક્ષા પાછળ મહિને 1 કરોડનો ખર્ચો

સુરક્ષા પાછળ મહિને 1 કરોડનો ખર્ચો


નોંધનીય છે કે ભારતને બ્રિટિશ હુકુમતમાંથી સ્વતંત્રતા મળી ત્યાં સુધી આ સદીઓ પુરાણું મંદિર ત્રાવણકોરના રાજાનું હતું. આ રાજા દક્ષિણ કેરળમાં રાજ કરતા હતા. ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા મંદિરોમાં સ્થાન પામે છે. આ મંદિરની સુરક્ષા પાછળ સરકાર દર મહિને રૂપિયા એક કરોડનો ખર્ચ કરે છે.

English summary
The Supreme Court appointed Amicus Curie's report said gold plating machines were found inside the Sri Ananthapadmanabha Swamy Temple in Thiruvananthapuram, leading to suspicion that gold at the temple is systematically being stolen by some 'very influential' people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X